કાલોલ તા. 11/12/25
કાલોલ પોલીસે સ્થાનિક વિસ્તારમાં પ્રાંતીય ઈસમોને મકાન ભાડે આપી જરૂરી પોલીસ નોંધણી ન કરાવનાર બે મકાન માલિકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા બીએનએસ કલમ 223 હેઠળ ગુનો નોંધ્યો છે.
મધવાસ ચોકડી નજીક પ્રથમ મકાન માલિક સામે કાર્યવાહી
કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ ચોકડી વિસ્તારમાં માહિતી મળી કે કેટલાક મકાન માલિકો પરપ્રાંતીય ભાડૂતોની પોલીસ નોંધણી નથી કરાવતા.
તપાસમાં જાણવા મળ્યું હતું કે મહેન્દ્રસિંહ મહાવીરસિંહ, મૂળ રહીશ – ઉત્તમભાઈ કી ચાલ, ખડોલી, દાદરા-નગર હવેલી, છેલ્લા ત્રણ મહિનાથી દશરથસિંહ કરણસિંહ રાઠોડના મકાનમાં માસિક ₹2500 ભાડે રહે છે. મકાન માલિકે તેની કોઈપણ પ્રકારની ઓળખપરચીની માહિતી મેળવી નહોતી, તેમજ ભાડા નોંધણી પણ પોલીસ સ્ટેશનમાં કરાવેલી ન હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી આગળ વધારી હતી.
નાવરીયા ચોકડી વિસ્તારમાં બીજી કાર્યવાહી
સમાન પ્રકારની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અનિલભાઈ અર્જુનભાઈ મોચી, મૂળ રહીશ – કાઢે કુઢ કટકા જી. પટના (બિહાર), હાલમાં મધવાસ–નાવરીયા ચોકડી નજીક હર્ષદસિંહ બળવંતસિંહ રાઠોડના મકાનમાં છેલ્લા ત્રણ મહિનાથી ₹2500 ભાડે રહે છે. અહીં પણ મકાન માલિકે ભાડૂત પાસેથી કોઈ આઈડી પ્રૂફ ન હતો, તેમજ સ્થાનિક પોલીસ મથકે ભાડા નોંધણી પણ કરાવેલી ન હતી.
કાલોલ પોલીસે બંને મકાન માલિકો સામે જાહેરનામા ભંગની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે.