કાલોલ:
કાલોલ પંથકમાં મલાવ રોડ વિસ્તારમાં બેફામ વૃક્ષ છેદન કરવામા આવી રહ્યું છે. કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી વગર જાહેર અને ખાનગી જમીનમાં ઊભેલા વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને ફોરેસ્ટ વિભાગ તથા વહીવટી તંત્રને આ પ્રવૃતિની કોઈ અગમ્ય કારણોસર ગંધ આવતી નથી. ત્યારે આજરોજ મલાવ રોડ પરથી પરવાનગી વગર વૃક્ષો કાપી તેના લાકડા ભરી જતા એક ટ્રેકટર જીજે ૧૭ બી એચ ૭૦૯૯ને કાલોલ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં લાવી આરટીઓ મેમો આપી ડિટેન કરવામાં આવ્યું છે. ટ્રેકટર જે હેતુ માટે લાવવામાં આવે તે જ હેતુ માટે વાપરવાનું હોય છે અને ઘણા બધા કિસ્સામાં ટ્રેકટર ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે જ વાપરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.