કાલોલ ત:
પર્યાવરણ નુ નિકંદન કરતા લાકડાના સોદાગરો બેફામ રીતે વૃક્ષો કાપી બિનધાસ્ત રીતે હાઈવે પરથી પસાર થતા હોય છે. ત્યારે કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા માહિતી આધારે તપાસ કરતા ગોમા નદીના પટમાં લાકડા ભરેલા બે ટ્રેક્ટર જોવા મળ્યા હતા. પોલીસે આસપાસ તપાસ કરતા કોઈપણ વ્યક્તિ કે ટ્રેક્ટર માલિક જોવા મળ્યો નહીં. પોલીસે બંને ટ્રેક્ટર પોલીસ સ્ટેશન ખાતે લાવી વન વિભાગને જાણ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લાકડા માફીયાઓ દ્વારા બન્ને ટ્રેક્ટરો ની નંબર પ્લેટ ઉપર દોરડું વિંટાળી દેવામાં આવ્યું છે જેથી કરીને ટ્રેકટર નંબર જોઈ શકાય નહીં.