Kalol

કાલોલ નગરમાં સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર દ્વારા પ્રથમ કાવડ યાત્રા યોજાઈ


કાલોલ :
કાલોલ નગરના શિશુ મંદિર ખાતેથી પ્રથમ કાવડ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કાલોલ નગરના સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. વહેલી સવારે મંદિર ખાતે કાવડ પૂજા કરાવવામાં આવી હતી અને ત્યારબાદ બેન્ડવાજા સાથે કાવડિયા ખુલ્લા પગે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાવડયાત્રામાં શ્રદ્ધાળુઓ ભગવા વસ્ત્રો પહેરીને કાવડ લઈને ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ પાતાળેશ્વર મહાદેવના મંદિરે કાવડિયાઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top