Kalol

કાલોલ તાલુકાના કાલંત્રા ગામે પરિણીતાને સાસરીયા દ્વારા ત્રાસ આપતા ફાંસો ખાધો



કાલોલ :;
કાલોલ તાલુકાના કાલંત્રા નવીનગરીમાં શાંતાબેન કલ્પેશભાઇ રાઠવાને સાસરીયા દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવ્યું હતું.

શાંતાબેન કલ્પેશભાઇ રાઠવાને કાલોલ તાલુકાના કાલંત્રા ગામે નવીનગરીમાં તેની સાસરીમાં ચાર આરોપીએ ભેગા મળી છેલ્લા એક વર્ષથી તુ કોઇ કામ ધંધો કરતી નથી, તને જમવાનુ બનાવતાં આવડતુ નથી, તને કોઇ વસ્તાર થતો નથી, તુ કાયમ બિમાર રહે છે, તેમ કહીને હેરાન પરેશાન કરી મહેણાં ટોણા મારી માનસીક ત્રાસ આપી હેરાન કરતા હતા. જે ત્રાસ સહન ન થતા શાંતાબેન કલ્પેશભાઇ રાઠવાએ તેના ઘર નજીક આવેલ ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવી દીધું હતું.

વેજલપુર પોલીસ મથકે વેજલપુર જીંજરી વસાહત ખાતે રહેતા છત્રસિંહ ગલુભાઇ રાઠવા એ ૧) મંગલીબેન વીપીનભાઈ રાઠવા (૨) વીપીનભાઇ દેવજીભાઇ રાઠવા (૩) ઉર્મિલાબેન ભારતભાઇ રાઠવા (૪) મનીષાબેન કાલંત્રા નવીનગરી ખાતે રહેતા ચાર સામે ફરિયાદ નોંધાવી છે. જેથી વેજલપુર પોલીસે બી.એન.એસ.એક્ટ ૨૦૨૩ ની કલમ ૧૦૮,૮૫,૫૪ મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top