Kalol

કાલોલ ડેરોલસ્ટેશન ખાતે મંદ ગતિએ ચાલતા ઓવરબ્રિજનાં કામથી મુસાફરોને મુશ્કેલીઓ.

કાલોલ: કાલોલ ડેરોલસ્ટેશ ખાતે ઓવરબ્રિજની કામગીરી લાબા સમય પછી શરૂ કરવામા આવી છે. હાલ મંદ ગતિએ ચલતાં બ્રિજનાં કામમાં કેટલીક ત્રુટીઓ જોવા મળતી જણાય આવે છે. લાંબા સમયથી ચાલી રહેલાં કામને કારણે ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે બ્રિજનાં મટીરીયલ તરીકે વપરાશમાં આવેલા સળીયા પર પણ કાટ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે પરંતુ કોન્ટ્રાકટરની નિષ્કાળજી કારણે પ્રજાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

બ્રિજની બંને સાઈડ પર સાઈડ પરનો રોડ પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહે છે. જેના કારણે માર્ગ પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. હાલ ચોમાસાની સિઝન સમયે જ બ્રિજની સાઇડના આરસીસી બની રહ્યાં છે.જ્યારે હજુ રોડ ની બીજી તરફ ખખડધજ રોડના કારણે વાહચાલકોને નુકસાનની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. તેમજ બ્રિજ પર કામ કરતા સમયે બ્રિજ નીચેથી પસાર થતાં અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય છે.

કોન્ટ્રાક્ટર દ્વારા સેફટીના સાધનોથી વંચિત રાખતા શ્રમિકોને જીવના જોખમે કામ કરવું પડતું હોય છે. વધુમાં ડેરોલ સ્ટેશન નાળામાં પાણીની સમસ્યાનાં કારણે અવરજવર કરતા મુસાફરોને તેમજ સ્કુલ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાઈ રહી છે. બ્રિજ નાં અંડર ગ્રાઉન્ડ અને બાજુના માર્ગો પર વરસાદી પાણીમાં રોડની કામગીરી કેટલી યોગ્ય ? વરસાદના પાણીના ફોર્સ સામે પાણી નિકાલની ગતિ અત્યંત ધીમી હોવાનાં કારણે વરસાદના વિરામ પછી નાં 24 કલાક સુધી મુસાફરો, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન નાં લોકો ને અનેક મૂશ્કેલીઓ સર્જાઈ છે. વહેલી તકે કામનો નિકાલ આવે તેવી લોક માંગ ઉદભવી છે.

તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું

ડેરોલ સ્ટેશન ખાતે કાચબા ગતિએ ચાલી રહેલાં બ્રિજનાં કામથી રાહદારીઓ, સ્થાનિક ગ્રામજનો, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે. તેમજ ચોમાસા સમયેજ વરસાદના પાણીમાં રોડની કામગીરી શરૂ કરે છે તે કેટલી યોગ્ય છે. વધુમાં ત્રણ મહિના માટે અંડર ગ્રાઉન્ડ નાળુ બંધ કરવાની વાયકા છે. જો રસ્તાનો વૈકલ્પિક ઉપયોગ નહીં થાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશુ. :

કૃણાલ ઉર્ફે લાલો બારોટ રેલ્વે સ્ટેશન જાગૃત નાગરિક

Most Popular

To Top