કાલોલ ગેસ સીલીન્ડર બ્લાસ્ટની દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો તેમજ નાના બાળકો સહિત ૨૧ જેટલા લોકો ગભીર રીતે દાઝયા હતા જ્યાં તેઓને સારવાર અર્થે ગોધરા સી.એચ.સી. સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર અર્થે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમ્યાન એક પુરુષનું મોત નીપજ્યું હતું.
કાલોલ ખાતે આવેલા રામનાથ ગામમાં આવેલા રાવળ ફળીયામાં અગમ્ય કારણોસર ગેસનો બોટલ ફાટતા નાના બાળકો , મહિલાઓ , વૃદ્ધો સહિતના અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેઓને સારવાર માટે ગોધરા હોસ્પીટલમાં અને બાદમાં વધુ સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૧ પૈકી ૧ એવા લાલા ભાઈ દામાભાઈ પરમાર (ઉ.વ. ૪૫) નાઓ તે જ ગામના ભાથીજી ફળીયામાં પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. ગત તા. ૧૭ માર્ચ નારોજ ગેસનો બોટલ ફાટતા તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સૌ પ્રથમ ગોધરા અને બાદમાં સયાજી હોસ્પીટલમાં લઇ આવતા તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.