કાલોલ :
કાલોલ તાલુકાના અંબાલા ગામના 18 વર્ષીય જીગરકુમાર ઇન્દ્રજીતસિંહ રાઠોડને તારીખ ૩૦/૦૫/૨૦૨૫ રોજ વહેલી સવારે અંદાજીત સાડા પાંચેક કલાકે અંબાલા ચોકડીથી પોતાના ઘરે પરત ફરતી કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ જીગરકુમારનું મોત નિપજ્યું હતું.
કાલોલ તાલુકાના અંબાલા ગામના ઇન્દ્રજીતસિંહ અર્જુનસિંહ રાઠોડ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવાયેલી ફરિયાદ મુજબ પોતાનો છોકરો જીગરકુમાર ઇન્દ્રજીતસિંહ રાઠોડ ઉ.વ.૧૮ ગતરોજ તારીખ ૩૦/૦૫/૨૦૨૫ના રોજ ફરિયાદી ઇન્દ્રજીતસિંહને ગાંધીનગર કંપનીમા જવાનુ હોવાથી સવારે સાડા પાંચેક વાગ્યે પોતાની જીજે-૧૭-સીજી-૯૦૬૬ નંબરની મોટરસાયકલ લઈને અંબાલા ચોકડી ખાતે ઉતારવા આવ્યો હતો. ચોકડીએ ઉતારી પરત ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ થોડીવારમાં અંબાલા ચોકડી બસ સ્ટેન્ડની બાજુમા આવેલા મંદીરે બે-ત્રણ માણસો એક્સિડન્ટ થયુ છે તેવી વાત કરતા ઇન્દ્રજીતસિંહ રાઠોડ ત્યાથી એક્સીડન્ટ થયુ તે જગ્યાએ જોવા ગયા હતા. ત્યાં જઈને જોતાં પોતાની મોટર સાયકલ રોડની બાજુમાં પડેલી હતી. જે મોટર સાયકલને આગળના ભાગે નુકશાન થયું હતુ અને તેમનો પુત્ર જીગરકુમાર રોડની સાઇડમાં બેભાન હાતલમા પડેલો હતો અને કઈ બોલતો ચાલતો ન હતો. રોડ ઉપર ટાયર ઘસેડાયાના પાટા પડ્યા હતા. એવામાં ગામના બીજા માણસો પણ આવી ગયા હતા. જેમાથી ગામના ભગવાનસિંહ દલપતસિંહ ગોહીલે ૧૦૮ને ફોન કર્યો હતો. જ્યાં આજુબાજુમા ઉભેલા માણસો મારફતે જાણવા મળ્યું હતું કે કોઈ વાહનથી એક્સીડેન્ટ થયો છે. પરંતુ કયા વાહનથી થયો છે તેની વિશે કોઈ માહીતી મળી નહોતી. તેવામાં ૧૦૮ આવી જતા જીગરને ૧૦૮ મા કાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈને આવી દાખલ કરતા ફરજ પરના ડોક્ટરે જીગરને તપાસી મરણ થયું હોવાનુ જણાવ્યું હતું. જેથી લાશને કાલોલ સરકારી દવાખાનાના પી.એમ.રૂમમા મુકાવી અકસ્માત કરનાર અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધમાં પિતાએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.