કાલોલ: કાલોલ ભાથીજી મંદિર પાસે રાહદારીઓને અડચણરૂપ બને તે રીતે શાકભાજીની લારી ઉભી રાખનારા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
કાલોલ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ પી એસ આઇ એલ એ પરમાર સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે ભાથીજી મંદિર પાસે આવતા જાહેર રસ્તા વચ્ચે ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ બને તે રીતે પોતાની લારી ઉભી રાખી વેપાર કરતા બિલાલ સલામ જરોદિયા તથા સાહિલ ફારુક ઘોડાવાલા નામના બે લારી ધારકો સામે બીએનએસ કલમ 285 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી બંનેની લારી જપ્ત કરી હતી. બંને સામે અલગ અલગ ગુના દાખલ કરાયા હતા. જોકે પોલીસની વખતોવખત ની કાર્યવાહી બાદ પણ આ વિસ્તારમાં દબાણો યથાવત રહે છે ત્યારે આ દબાણોનો નક્કર ઉકેલ લાવી શકે તેવી નેતાગીરીનો કાલોલ પંથકમાં અભાવ જોવા મળે છે.