Kalol

કાલોલમાં નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

ગુજરાત સરકારના આરોગ્ય,કાયદા અને ન્યાયમંત્રી ત્રષિકેશ પટેલ તેમજ હાઇકોર્ટ જજ ઉપસ્થિત રહ્યા
કાલોલ :
કાલોલમાં સવા સાત કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૩થી બનીને તૈયાર થયેલા નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડીંગના ઉદ્ઘાટનની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી. રવિવારના રોજ ઉદઘાટન સમારોહ યોજાતા આતુરતાનો અંત આવ્યો હતો.

કાલોલ શહેરમાં જે તે સમયે જુની સિવિલ કોર્ટ ખખડધજ હાલતમાં આવી ગઈ હતી. જેને લઈને તે સમયે બિલ્ડીંગ બદલવાની જરૂરત જણાતા બિલ્ડીંગનું નિર્માણ ખાતમુહૂર્ત તા ૩૧/૦૧/૨૦૨૧ના રોજ કરવામા આવ્યુ હતું. જ્યારે કોર્ટેની બિલ્ડીંગ વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં બનીને નિમાર્ણ થઈ હતી, પરંતુ ગમે તે કારણોસર કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ લંબાઈ રહ્યું હતું .જેથી પાછલા પાંચ-છ વર્ષથી નિર્માણાધિન કાર્ટની બાજુમાં કામચલાઉ બિલ્ડિંગમાં ચાલી રહેલી કોર્ટ કામગીરીને કારણે વકીલો, પક્ષકારો અને કોર્ટ સ્ટાફ સહિત નવનિર્મિત ન્યાય મંદિરના ઉદઘાટનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. કાલોલ બાર એસોસિયેશનની અવારનવારની રજૂઆતોને અંતે કાલોલ નગર ખાતે પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ અને એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ આજરોજ રવિવાર સવારના દસ વાગ્યાના સુમારે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ,કાયદા અને ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી ત્રષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.સી.દોશી (ન્યાયાધીશ, ગુજરાતની ઉચ્ચ અદાલત, વહીવટી ન્યાયાધીશ, જિલ્લા પંચમહાલ)ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ દીપ પ્રાગટ્ય બાદ જસ્ટિસ જે સી દોશી દ્વારા રીબીન કાપી નૂતન કોર્ટ મકાનમાં પ્રવેશ કરાવાયો હતો. મંત્રી તેમજ હાઇકોર્ટ જજ દ્વારા લોકાર્પણ તકતીનુ અનાવરણ કરવામાં આવ્યું હતુ. નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગ ના લોકાર્પણ પ્રસંગના કાર્યક્રમમાં પંચમહાલ (ગોધરા)ના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ ચંદ્રપાલસિંહ કે. ચૌહાણ, જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, કાલોલ મામલતદાર, કાલોલ કોર્ટના પ્રિન્સીપલ સિવિલ સિનિયર જજ એફ બી પઠાણ અને જ્યુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ તેમજ કાલોલ બાર કાઉન્સિલના પ્રમુખ એચ એ ગોહિલ, ઉપપ્રમુખ રાજેન્દ્ર રાઠોડ, મંત્રી કાંતિભાઇ સોલંકી, સહ મંત્રી કલ્પેશભાઈ સોલંકી તથા ભૂપેન્દ્રભાઈપરમાર, ખજાનચી રિંકેશ શેઠ,તથા હોદેદારો સહિત કાલોલ બાર એસોસિયેશનના સભ્યો, કોર્ટ કર્મચારીઓ અને સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top