Kalol

કાલોલમાં ધોરણ 10ની પરીક્ષા, એમજીએસ અને સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફૂલ–સાકરથી પરીક્ષાર્થીઓનું સ્વાગત

કાલોલ |
આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ વચ્ચે કાલોલ શહેરમાં ધોરણ 10 માટે બે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

બે કેન્દ્રો, 24 બ્લોકમાં બેઠક વ્યવસ્થા
ધી એમજીએસ હાઈસ્કૂલ : 15 બ્લોક
શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ : 9 બ્લોક
કુલ મળીને 24 બ્લોકમાં પરીક્ષાર્થીઓની સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
ફૂલ અને સાકરથી ઉષ્માભર્યું સ્વાગત
આજ રોજ સવારે 9:15 કલાકે ભાજપના દીપકભાઈ જોશી, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કોર્પોરેટર પ્રતીક ઉપાધ્યાય, ટ્રસ્ટી વિરેન્દ્ર મહેતા તેમજ શાળાના આચાર્ય દ્વારા બંને પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ફૂલ અને સાકર આપી સ્વાગત કરવામાં આવ્યું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

સઘન તપાસ અને શિસ્તબદ્ધ પ્રવેશ
વિદ્યાર્થીઓની સઘન તપાસ બાદ પ્રાયશ્ચિત પેટી મુકવામાં આવી હતી, જેમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાયની વધારાની વસ્તુઓ રાખી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
પ્રથમ દિવસે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ અને આત્મવિશ્વાસભર્યા માહોલમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.
કાલોલ પોલીસ દ્વારા બંને પરીક્ષા કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મેહતા

Most Popular

To Top