Kalol

કાલોલની સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વસંત પંચમીની ઉજવણી

કાલોલ |
પંચમહાલ જિલ્લાની શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ, કાલોલ ખાતે તારીખ 23 જાન્યુઆરી, 2026ના રોજ વસંત પંચમી નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રૂપલબેન બી. શાહના હસ્તે દીપ પ્રજ્વલન કરી કરવામાં આવી હતી.

આ અવસરે ધોરણ પાંચથી આઠની વિદ્યાર્થિનીઓ દ્વારા શાળાના તમામ શિક્ષકોનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. વસંત પંચમીના પાવન પર્વની ભાવનાને અનુરૂપ શૈક્ષણિક અને સંસ્કારમય માહોલ સર્જાયો હતો.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સમગ્ર શાળા પરિવાર, વિદ્યાર્થિનીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top