Kalol

કાલોલ: અમૃત વિધાલયના ૪૦ જેટલા વિધાર્થીઓને દૂષિત પાણીની અસર


કાલોલ :
કાલોલ તાલુકાના અલવા આંટા ગામ નજીક આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં છેલ્લા એક બે દિવસથી વિધાર્થીઓને માથાનો દુખાવો થતો હોય આજ રોજ સવારના સમયે લગભગ ૩૦ થી ૪૦ વિધાર્થીઓ તેમજ કેટલાક શિક્ષકોની એકાએક શરીર ની સ્થિતી કાબુ બહાર જતા હોવાની વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ પાણીની ટાંકીનુ પાણી પીવાથી આમ થયું હોવાનું જાણવા મળે છે.

જાણવા મળે છે કે રમત રમતા વિધાર્થીઓ અને અન્ય વિધાર્થીઓને એકાએક દુખાવો થતો હોય જેથી તમામને તેઓના વાલી દ્વારા કાલોલની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. શાળાએ ફુડ પોઈઝનની અસર હોવાની વાત નો ઈનકાર કર્યો છે અને રાત્રિના ગરબાનો ઉજાગરો અને વાતાવરણની અસર હોવાને કારણે આમ થયું હોવાનું જણાવ્યું છે. ત્યારે જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને આ મામલે કોઈ જાણકારી છે કે કેમ? આજે ત્રીજા દિવસે પણ કેટલાય વાલીઓ બાળકોને લઈને હોસ્પિટલમાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top