કાલોલ |
કાલોલ તાલુકાના હિંમતપુરા ગામ નજીક આવેલા એચપી પેટ્રોલ પંપ પાસેના ગોધરા–વડોદરા હાઈવે રોડ પર આજે ટેન્કર અને મારૂતિ ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર ચાલકે પોતાની કબજાનું ટેન્કર નં. GJ-06-AZ-9370 બેફામ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા, કાલોલ તાલુકાના ખરસાલીયા ગામના રહેવાસી જગદીશભાઈ મોહનભાઈ સોલંકીની મારૂતિ ઇકો ફોર વ્હીલ ગાડી નં. GJ-13-AH-1006ને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર કુલ પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોમાં
જગદીશભાઈ મોહનભાઈ સોલંકી – જમણા હાથના પંજા, છાતી તથા માથાના ભાગે ઈજા
અશોકભાઈ રમેશભાઈ સોલંકી – જમણા હાથના કાંડાના ભાગે ઈજા
ગોવિંદભાઈ ચંદુભાઈ ચૌહાણ – માથાના ભાગે ઈજા
સાહેદ શૈલેષભાઈ રઘુનાથસિંહ સોલંકી
ફરિયાદી ભરતકુમાર જામાભાઈ સોલંકી – શરીરે મુઢમારની ઈજાઓ
તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.
આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ગફલતભરી ડ્રાઈવિંગ તથા અકસ્માત સર્જવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.