કાલોલ :
કાલોલ તાલુકાના સુરેલી ગામમાં દૂધ ડેરી પાછળ ગ્રામ પંચાયતની સામે આવેલા મકાનમાં રહેતા અને પત્રકારનો વ્યવસાય કરતા, હાલમાં ગોધરા ખાતે રહેતા ભરતકુમાર મંગળદાસ પ્રણામીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેર વિખેર કરી ધરમા મુકેલ તિજોરીમાંથી ખોડીયાર માતાની ચાંદીની મૂર્તિ તેમજ જુદા જુદા દરની રૂપિયા 10,000ની રોકડ રકમ તાંબા પિત્તળ ના વાસણો સહિત ₹45,000 ની મતાની ચોરી કરી જતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.