લોકો જાતે સફાઈ કરવા મજબૂર, તંત્ર સામે સ્થાનિકોમાં રોષ.
ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા લોકો પરેશાન, રોગચાળો ફેલાઈ તો નવાઈ નહીં
ગામના નાગરિકો દ્વારા વારંવાર સરપંચ તલાટીને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
કાલોલ ::
કાલોલ તાલુકાના જંત્રાલ ગામે ગામના રસ્તા ઉપર ગટરોના પાણી ફરી વળ્યા છે. રોગચાળો ફેલાય તેવી હાલત છે. જ્યારે ગામની હાલત એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ છે કે રાહદારીઓને વાહન ચાલકોને અને સ્કૂલે જતા બાળકોને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગામના નાગરિકો દ્વારા જાતે જ ગટરના પાણીનો નિકાલ કરતા હોય તેવો સોશિયલ મીડિયામા વિડીયો વાયરલ થતા ગામના નાગરિકોએ અનેક વાર ગામના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવતું નથી. વધુમાં ગામના નાગરિકોએ જણાવ્યું હતું કે સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે આગળ અમારું કોઈ સાંભળતું નથી અને અમને પૂરી ગ્રાન્ટ નથી આપતા, તો અમે કામ કેવી રીતે કરીએ ?!ગટરના પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે, ‘ઘણા મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યાને લઈને તંત્રને અનેક વાર રજૂઆત કર્યા છતા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. નજીકમાં શાળા આવેલી છે તો વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવુ પડે છે જેથી ગટરની સમસ્યાનો કાયમી ધોરણે નીકાલ લાવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે