ખેડૂતો અને સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી
કાલોલ:
ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કાલોલ તાલુકાની જીવાદોરી સમાન ગોમા નદીમાં પાણીની આવક વધી રહી છે અને ચારેકોર પાણી પાણી થઈ રહ્યું છે. ત્યારે કાલોલ તાલુકાના અલાલી નજીક ગોમા નદીના ચેકડેમમા નવા નીર આવતા ચેકડેમ છલકાયો છે. ગોમા નદી બે કાંઠે વહેતી જૉવા મળી રહી છે. ચેકડેમના પાણી જોવા સ્થાનિકો ઉમટ્યા હતા.bપાણીની આવક વધતા ખેડૂતો સહિત સમગ્ર વિસ્તારમાં લોકોને લાભ મળશે