Vadodara

કાલુપુરાના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર, અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન



ઈલેક્શન વોર્ડ નંબર 14 માં કાળુપુરા વિસ્તારમાં લિંગાયતના ખાંચામાં રહેતા રહીશો ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રિત થતાં પીવા માટે મજબૂર બન્યાછે. અહીં પીવાના પાણીની સમસ્યાઓ ખૂબ વિકટ બની છે. સાથે સાથે ઘણા અન્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા જ ઘેરી બની છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવા પડે છે. વેચાતું પાણી ખરીદવા લાચાર બનવું પડ્યું છે. અનેક રજુઆત કરવા છતાં સ્થાનિક કાઉન્સિલરો અને પાલિકા તંત્ર સાંભળતાં નથી. ત્યારે કાળુપુરાની સ્થાનિક મહિલાઓ દ્વારા મ્યુનિ.કોર્પોરેશનની કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતે અનેકવાર ઓનલાઇન અને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ અધિકારી કે કાઉન્સિલર જોવા પણ આવતું નથી. ગટર લાઇન ખોદી ને પાલિકાના કર્મચારી જતા રહ્યા છે. ત્યાર બાદ કોઈ ખાડો પૂરવા પણ આવ્યું નથી . ડ્રેનેજ નું ગંદુ પાણી મિશ્ર થઈ આવે છે. જેથી ખૂબ દુર્ગંધ અને ગંદુ પાણી આવે છે . બીમારી દરેક ઘરમાં ફેલાઈ છે. નવરાત્રિના પર્વ પર ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે. સાથે ગંદુ અને દુષિત પાણી પિવું પડે છે.
સ્થાનિક કાઉન્સિલરોને આ મામલે જણાવતા અવારનવાર આ જગ્યાનું સમારકામ કરવામાં આવે છે તેમ છતાં સ્થિતિ યથાવત જોવા મળે છે કોઈ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી તેથી વિસ્તારના લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top