Business

કાલાઘોડા સર્કલ પાસે નંબર પ્લેટ વગરની કારે સર્જ્યો અકસ્માત, ડ્રાઇવર પીધેલો


વારસિયાના ચાર યુવકોની અટકાયત કરી સયાજીગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી

શનિવારે વહેલી સવારે 4.15 વાગ્યાના સુમારે વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે એક ફોરવીલ ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. નશાની હાલતમાં ગાડીના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યા બાદ ગાડી ડિવાઇડર સાથે અથડાઈ હતી. ગાડીની સ્પીડ એટલી વધુ હતી કે કાલાઘોડા સર્કલ પાસે અથડાયા બાદ એરબેગ્સ પણ ખુલી હતી. ગાડીની બંને તરફ નંબર પ્લેટ પણ લાગેલી નથી. અકસ્માત થયા બાદ ગાડીમાં બેઠેલા ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

ઘટનાની જાણ થતા સયાજીગંજ પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનામાં પોલીસ દ્વારા ચાર ઇસમોની અટકાયત કરવામાં આવી છે. અને આ ચારેય ઈસમો વારસિયા વિસ્તારના હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ વાહન ચાલક યુવક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top