વડોદરા: એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓ (DGVCL, MGVCL, UGVCL, PGVCL), તેમજ GETCO અને GSECL દ્વારા સંચાલિત વિવિધ ઓનલાઈન સેવાઓ જેમ કે કંપની વેબસાઇટ, ગ્રાહક પોર્ટલ, ઈ-વિદ્યુત સેવા, ઑનલાઇન વીજ બિલ અને અન્ય ચુકવણી તેમજ વર્ચ્યુઅલ બેંક એકાઉન્ટ, સીએસસી સેન્ટરો, ઇ-ગ્રામ, તથા બેંક શાખાઓ મારફત વીજ બિલ ચુકવણી વગેરે તારીખ 06 જૂન 2025 ના રોજ સાંજે 6:00 કલાકથી 10 જૂન 2025 ના રોજ સવારે 10:00 કલાક સુધી ઉપલબ્ધ રહેશે નહીં.
આ અવધિ દરમિયાન GUVNL ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ સેવાઓને કાર્ય પૂર્ણ થતાની સાથે જ ફરીથી સફળતા પૂર્વક શરૂ કરવામાં આવશે.