Vadodara

કાર ભાડે લીધા બાદ ગીરીવે મૂકી ઠગાઈ કરનાર ફરાર આરોપી ઝડપાયો

મૂળ સુરતનો તુષાર પાટણવાડીયા માણેજા ખાતે રહી રહ્યો હતો

ફરીયાદીની બલેનો ફોરવ્હીલ ગાડી સેલ્ફ ડ્રાયવિંગના બહાને ભાડેથી મેળવી કાર કે ભાડું નહી આપી ફરીયાદીની જાણ બહાર ગાડીને બારોબાર ગિરવે મૂકી ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા રીઢા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શહેરના મિલ્કત સંબધી ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની સુચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. જે અંતર્ગત
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી. જાડેજા તેમજ પોલીસ ઇન્સપેકટર એચ.ડી. તુવરની દોરવણી હેઠળ તેઓની ટીમના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન વર્ષ -2024માં હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને ઠગાઇના ગુનામાં સંડોવાયેલ આરોપી તુષારકુમાર હિતેદ્ર પાટણવાડીયાનો ગુનો રજી. થયા બાદ પોલીસ ધરપકડથી બચવા ફરાર થઇ ગયો હતો. આરોપીની જે તે વખતે પોલીસે તપાસ કરવા છતાં મળી નહી આવતા આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો ત્યારબાદ તપાસ ટીમે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે ભાગતો ફરતો આરોપી હાલ માણેજા ક્રોસીગ પાસે વિનાયક પેરેડાઇઝ ખાતે રહેતો હોવાની માહીતી મળતા ટીમે ખાનગી રાહે વોચ રાખી તપાસ કરતા આરોપી તુષારકુમાર હિતેદ્ર પાટણવાડીયા (મુળ રહે. હરીપુરા ગામ તા.પલસાણા, જી.સુરત)ને માણેજા ક્રોસીંગ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને આરોપીને આગળની વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top