Vadodara

કારેલીબાગ વુડા સર્કલ પાસે ભૂવો પડ્યો

કારેલીબાગ વિસ્તારના મુખ્ય રસ્તા પર ભૂવો પડવાની ઘટના બની છે. જેમાં હાલ કોર્પોરેશને રોડને કોર્ડન કરવાની કામગીરી કરી છે.જયારે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાના કારણે અને ભૂવો પડતા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા સમય લાગે છે, ત્યારે વડોદરા કોર્પોરેશન ઝડપથી કામગીરી કરી આ ભૂવાને પુરવાની કામગીરી કરે તે જરૂરી બન્યું છે.
વડોદરામાં વાહનોથી સતત ધમધમતા ન્યુ વીઆઇપી રોડ પર ગટરના ઠાંકણા પાસેની જગ્યાએ ભૂવો સામે આવ્યો છે. જો સમયસર તેનું પુરાણ કરવામાં નહી આવે તો કોઇ વાહન ખાસ કરીને ટુ વ્હીલર તેમાં ફસાઇ જવાની પ્રબળ શક્યતાઓ છે.
સામાન્ય સંજોગોમાં ચોમાસામાં રોડ-રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ હવે તો ભૂવા પણ ચોમાસા પહેલા દસ્તક દેતા થઇ ગયા છે. તાજેતરમાં વડોદરાના સૌથી વ્યસ્ત અને સતત વાહનોના ધમધમાટ ધરાવતા ન્યુ વીઆઇપી રોડપર ભૂવો પડયો છે.આ ભૂવો ગટરની પાસે છે.કારેલીબાગ વુડા સર્કલ નજીક વરસાદી ગટરની બાજુમાં જ રોડ બેસી જતા વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઇ છે.
કોઇ વાહનચાલક ધ્યાન ચૂકે તો ખાસ કરીને ટુ વ્હીલરનું આખુંજ આ ભૂવા માં સમયજાય એટલો મોટો ભૂવો પડેલ છે તો બીજી તરફ આ ઘટનાને લઇને પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જો ચોમાસા પહેલા રોડ-રસ્તા આવી હાલતમાં હોય તો ભર ચોમાસે કેવી સ્થિતીનું સર્જન થશે ?

Most Popular

To Top