Vadodara

કારેલીબાગ વિસ્તારમાં બંધ પેટ્રોલપંપની ઓફિસમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયા

એક જૂનું ટેલિવિઝન,બે એલ ઇ ડી ટીવી,એક કોમ્પ્યુટર મોનિટર, પાંચ નંગ પેટ્રોલ -ડિઝલના સેમ્પલ ભરવાના નાના કન્ટેનર,એક કી બોર્ડ,છ સીસીટીવી,બે સીપીયુ તથા વાયર ભરેલા ત્રણ થેલા મળીને આશરે રૂ 10,000ના માલમતાની ચોરી થઇ હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 10

શહેરના કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા દોઢેક વર્ષથી બંધ શ્રીનાથ પેટ્રોલ પંપની ઓફિસમાંથી ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળીને આશરે કુલ રૂ 10,000ની ચોરી ની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે ઇન્દિરાનગર બ્રિજ નીચે ઝૂંપડપટ્ટી ખાતેથી ત્રણ ઇસમોને મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ભૂતડીઝાપા સ્થિત શ્રીનાથ પેટ્રોલપંપ પાછળ રંગશાળા ખાતે મધુસુદન વિનુભાઇ પટેલ તથા તેમના ધર્મપત્ની નિવૃત્ત જીવન વીતાવે છે તેઓનું શ્રીનાથ પેટ્રોલપંપ છેલ્લા દોઢેક વર્ષથી બંધ હાલતમાં છે ગત તા. 08 માર્ચે મધુસુદનભાઇ સવારે 9કલાકે પોતાના ઘર તેમજ પેટ્રોલપંપના ગેટ પાસે નવીન સીસીટીવી કેમેરા લગાવવાના હોવાથી પેટ્રોલપંપ પર લાગેલા જૂના સીસીટીવી કેમેરા કાઢી નવા સીસીટીવી કેમેરા લગાવવા ઓફિસ ખોલી અંદર જઇને ચેક કરતાં ઓફિસમાંથી એક જૂનું એલ.જી.કંપનીનુ ટીવી, બે જૂના એલ ઇ ડી ટીવી,એક કોમ્પ્યુટર મોનિટર, પાંચ નંગ પેટ્રોલ -ડિઝલના સેમ્પલ ભરવાના નાના કન્ટેનર,એક કી બોર્ડ,છ નંગ સીસીટીવી,બે નંગ સીપીયુ તથા વાયર ભરેલા ત્રણ થેલા તમામની આશરે કિંમત રૂ 10,000ના મુદ્દામાલની ચોરી અંગેની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ કરતા કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમઆલા કબ્રસ્તાન ખાતેથી સૈફઅલી ઉર્ફે છોટુ શૌકત અલીખાન પઠાણ, મન્સૂરી કબ્રસ્તાન ટેકરા પાછળ, કારેલીબાગ વિસતારના સમીર અરશદખાન પઠાણ તથા કબીર ચીકન શોપ પાસે, ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી કારેલીબાગ વિસતારના ફીરોજ ઇશાકભાઇ પઠાણ ને મુદામાલ સાથે શોધી કાઢ્યા હતા આ ત્રણેય ઇસમો વિરૂધ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top