Vadodara

કારેલીબાગ વિસ્તારમાં અગાઉ જ્યાં ભૂવાનુ પૂરાણ કરાયું હતું ત્યાં જ ફરી છ ફૂટ ઉંડો ભૂવો પડ્યો..

જવાબદાર અધિકારીઓની કામગીરી અંગે તપાસ કરી તેઓને સસ્પેન્ડ કરવાની તથા કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કરવાની સામાજિક કાર્યકર ની માંગ..

છ ફૂટ ઉંડો અને પાંચ ફૂટ પહોળો ભૂવો પડતા લોકો માટે જોખમી સાબિત થઇ શકે,

પૂરની પરિસ્થિતિ બાદ વડોદરામાં કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલી રોડરસ્તાઓ, ડ્રેનેજની વેઠ ઉતારતી અથવાતો ભ્રષ્ટાચાર ની કામગીરી હવે બહાર આવી રહી છે. શહેર ભૂવાનગરી, ખાડોદરા તરીકે ઓળખાવવા લાગ્યું છે એ પણ સ્માર્ટ સિટી બનાવનારા સ્માર્ટ પાલિકા તંત્ર, સ્માર્ટ શશાશકોના પાપે.શહેરના કારેલીબાગમા અગાઉ જ્યાં ભૂવો પડ્યો હતો ત્યાં તકલાદી કામગીરીને કારણે ફરી એકવાર મસમોટી ભૂવો પડ્યો છે.

વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર – 3 વુડા સર્કલ કારેલીબાગ પાસે વડોદરા શહેરનો સૌથી મોટો ભુવો પડ્યો હતો ત્યારેબાદ અનેક રજૂઆતો કરવામાં આવી હતી અડધો અડધ વીઆઈપી રોડ બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બાદ સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે ચુંદડી,શ્રી ફળ વધેરીને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે તાત્કાલિક વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની દ્વારા મસ મોટા ભુવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી હતી આ ભુવાનું રીપેરીંગ કામ કરી પુરાણ કર્યા બાદ પેચવર્ક કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં ફરીથી તે જ જગ્યાએ 5 ફુટ પહોળા અને 6 ફુટ ઉંડો ભુવો પડ્યો છે ત્યારે સામાજીક કાર્યકર દ્વારા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના સાથે અધિકારીઓનું સુપરવિઝન ન કરવાનાં આક્ષેપ કર્યો હતો સાથે જ વોર્ડ નંબર – 3 નાં અધિકારીઓને સસ્પેન્ડ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ ધ્યાન આપતાં નથી તેનાં કારણે સૌથી વધુ ભુવા ઉત્તર ઝોનમાં પડ્યા છે જેથી મ્યુનિસિપલ કમિશનર મેયર , ચેરમેન દ્વારા સ્થળ તપાસ કરી આ કામગીરી માટે કોન્ટ્રાક્ટરનુ બીલ પાસ ન કરવું જોઈએ કારણ કે વડોદરા શહેરના નાગરિકોનાં ટેક્ષ્ટ વેરાના રૂપિયાથી હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરવામાં આવ્યા હોય તેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top