ગરમીના પ્રમાણમાં સતત વધારો થવાના કારણે થોડા દિવસથી શહેર જિલ્લામાં આગના બનાવવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે , ત્યારે બે દિવસમાં કુલ 10 જેટલા બનાવો શહેર જિલ્લામાં બન્યા હતા. શનિવારે બપોર દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક ઓટો ગેરેજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બાઈકનું ભડથું થઈ ગયું હતું. જ્યારે અન્ય એક બનાવમાં આમોદરા ખાતે આવેલા ગાયકવાડી રાજ વિદ્યા કેન્દ્ર ખાતે પણ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ત્યાં પણ ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચીને આગને ઓલવી હતી અને નુકસાન થતા બચાવ્યું હતું.
સતત ગરમીનું પ્રમાણ વધતાં શોર્ટ સર્કિટ થવાની ઘટનામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આગના અનેક બનાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ફાયર વિભાગ પણ 24 કલાક એલર્ટ મોડ પર રહે છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર ઓટો ગેરેજમાં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જ્યાં ગેરેજમાં સર્વિસ કરાવવા માટે આવેલા વાહનો પૈકી પલ્સર બાઈક નું ભરથુ થઈ ગયું હતું. જોકે આ બનાવ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા ફાયર બ્રિગેડ વિભાગ તેમજ ઓટોગેરેજ સ્ટાફમાં રાહતનો અનુભવ થયો હતો. જ્યારે અન્ય એક બનાવમાં આમોદરા ખાતે આવેલા ગાયકવાડી રાજ વિદ્યા કેન્દ્ર ખાતે પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો જ્યાં તાત્કાલિક ફાયર વિભાગ આવી પહોંચતા તેઓએ આગ ઓલવી અને કોઈપણ પ્રકારની જાનહાની થતા અટકાવી હતી.