વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તથા એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચના મુજબ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યાના બનાવ અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી અંતર્ગત ગતરોજ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર ઝોન-04 શ પન્ના મોમાયા તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ યુવરાજસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશનર “એય” ડીવીજન જી.બી.બાંભણીયા તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ એચ.એ.રાઠોડની રાહબરી હેઠળ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.બલદાણીયા તેમજ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી તેમજ અલગ-અલગ પોલીસ સ્ટેશનના અધી./કર્મચારીઓની કુલ-૧૨ ટીમો બનાવી કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમા જનરલ કોમ્બીંગ હાથ ધરવામા આવ્યું હતું તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણો ગેરકાયદેસર દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જરુરી બંદોબસ્ત પુરો પાડવામા આવ્યો હતો. તેમજ સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારમાં ધાબાઓ ચેક કરવામા આવ્યા હતા. તથા હિસ્ટ્રીશીટર, એમ.સી.આર ચેક તથા ભાગતા-ફરતા તથા લીસ્ટેડ,અનલીસ્ટેડ પ્રોહી/જુગાર બુટલેગરો તથા તડીપાર ઇસમોને ચેક કરવામા આવ્યા હતા.આ દરમિયાન 12-હીસ્ટ્રીશીટર, 02-ભાગતા ફરતા, 02જુગાર-બુટલેગર,09- પ્રોહી બુટલેગરો ,09- જેટલા એમ.સી.આર,01-તડીપાર,08-જેટલા ધાબાઓ પર તથા જી.પી.એક્ટ કલમ -135 ના 06કેસોની તપાસ અને ચેકિગ કરવામાં આવ્યું હતું અહીંથી કેટલાક ધારદાર અને તિક્ષણ હથિયારો પણ કબજે લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમા જનરલ કોમ્બીંગ કરતી વડોદરા શહેર પોલીસ
By
Posted on