Vadodara

કારેલીબાગ ઇન્દિરા નગર ઝુપડપટ્ટી માં ફરી વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા..

સ્થાનિકોની પોકાર અમે જઈએ તો ક્યાં જઈએ?

વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા શહેરની અનેક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,પાણી ભરાતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે.રાત્રીના બે કલાકમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે. વિશ્વામિત્રીની જળ સપાટીમાં પણ વધારો જોવા મળ્યો હતો.


કારેલીબાગ ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં વિશ્વામિત્રીના પાણી પ્રવેશવાના શરૂ થઈ ચૂક્યા છે વિશ્વામિત્રી અત્યારે 16.86 ફૂટ છે અને સપાટી વધવાની પૂરેપૂરી શક્યતા છે કેમકે ઉપરવાસમાં પાણીની આવકના કારણે વિશ્વામિત્રી ની જળ સપાટીમાં નોંધ પાત્ર વધારો જોવા મળ્યો છે.
કારેલીબાગ ઇન્દિરા નગર ઝુપડપટ્ટીના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી પાણી ભરાય છે,ચોમાસામાં તો ઘણીવાર એવી સ્થિતિનું સર્જન થાય છે કે વરસાદના પાણી સાથે ગટરના પાણી ઘરમાં ઘુસી જાય છે.તો સ્થાનિકો પાણી ભરાવાની સમસ્યાથી કંટાળી ગયા છે, વાહનચાલકોને પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થવાનો વારો આવતા તેમના વાહનો પણ પાણીમાં બંધ થઈ જવાની સમસ્યા સર્જાઈ છે,ત્યારે કોર્પોરેશન અને ધારાસભ્ય આ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે.
વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા પાણી ભરાયા હતા સાથે સાથે ગટરની લાઈન પણ ચોકઅપ થઈ હતી,મહત્વનું છે કે ગટરની પાઈપલાઈન ચોકઅપ થતા વરસાદી પાણીનો નિકાલ તો ના થયો પરંતુ ગટરના પાણી બેક મારીને આસ પાસ ની સોસાયટીમાં ઘુસી ગયા જેના કારણે ઘરમાં દુર્ગધ મારી રહી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે એટલું જ નહી નોકરી જવામાં પણ તકલીફ પડી રહી છે.
કારેલીબાગ ઇન્દિરા નગર ઝુપડપટ્ટી અને આસપાસ નાં સ્થાનિકોનું કહેવું છે હાલમાંજ આવેલા વિનાશક પુર ના કારણે અમારી ઘરવક્રી ખરાબ થઈ ગઈ અને ખૂબ મોટા પ્રમાણ માં નુકશાન થયું છે હવે તો અમારી પાસે બીજી કોઈ વૈકલ્પિક જગ્યા પણ નથી જ્યાં અમે અમારા પરિવાર અને સામાન લઈને રહેવા જઈ શકીએ અમારે હવે શું કરવું એ અમને સમજાતું નથી ધારાસભ્ય કાઉન્સિલરો કે કોર્પોરેશનના કોઈપણ અધિકારી અમારી સાથે ઊભા રહેતા નથી અમારી મદદ એ આવતા નથી અમે જઈએ તો ક્યાં જઈએ.

Most Popular

To Top