Vadodara

કારેલીબાગમાં ફૂટપાથ પર ગેસ લાઈનમાં લીકેજથી આગ

( પ્રતિનિધી )વડોદરા,તા.23

વડોદરા શહેરના ફતેગંજ બાદ કારેલીબાગ વિસ્તારમાં ચોસઠ જોગણી માતાજીના મંદિર પાસે રોડ પાસેના ફુટપાથ નીચે ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગી હતી. બનાવને પગલે દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગરમી નથી તેમ છતાં પણ વાહનો અને ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે. તેવામાં ગતરોજ ફતેગંજ વિસ્તારમાં ડ્રેનેજમાંથી ગેસ લીકેજ થતા આગ લાગી હતી. જે બાદ સતત બીજા દિવસે આજે કારેલીબાગ વિસ્તારમાં વાયરોક હોસ્પિટલ પાસે ચોસઠ જોગણી માતાજીના મંદિર બહાર રોડ ઉપરથી પસાર થઈ રહેલી ગેસની લાઈનમાં લીકેજને કારણે આગ લાગી હતી.

આ અંગે દાંડિયા બજાર ફાયર સ્ટેશનના કિશોર પાટીલે જણાવ્યું હતું કે અમને કોલ મળ્યો હતો કે, કારેલીબાગ વાયરોક હોસ્પિટલની પાસે ગેસની લાઈનમાં લીકેજ થયું છે. જેથી અમે સ્થળ પર પહોંચ્યા હતા. જ તપાસ કરતા ફ્લેમ ખાસી મોટી દેખાઈ હતી. જેની પર પાણીનો મારો ચલાવી કટ ઓફ કરી કામગીરી કરી હતી. આખી ચેનલ છે, જેને ખોલવામાં આવી હતી તપાસ કરી અંદર આગ હશે તો પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લેવાશે તેમ જણાવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

Most Popular

To Top