વિજયનગર થી તુલસીવાડી માર્ગ પરના કાચા પકા દબાણો દુર કરાયા


તાજેતરના અકસ્માતના બનાવ બાદ જાગેલું પાલિકા તંત્ર નુ બીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે, મ્યુનિસિપલ વહીવટીતંત્રે કારેલીબાગ વિસ્તારમાં ગેરકાયદેસર કાચા પાકા મકાનો, શેડ દૂર કરવા માટે બે દિવસની ઝુંબેશ શરૂ કરી છે. આજે, અધિકારીઓએ કારેલીબાગના વિજયનગરથી તુલસીવાડી વિસ્તાર સુધીના માર્ગમાં કાચા પાકા મકાનો, શેડ તોડી પાડ્યા હતા, અને બુલડોઝરનો ઉપયોગ કરીને આ વિસ્તાર સાફ કર્યો હતો.

ગેરકાયદેસર બાંધકામો પર આ કાર્યવાહી જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ ઝુંબેશ શહેરમાં અતિક્રમણ અને ગેરકાયદેસર બાંધકામોના મુદ્દાને ઉકેલવા માટેના વહીવટીતંત્રના પ્રયાસોની એક પહેલ છે.
