શું તમે પીઝા ખાવાના શોખીન છો?તો ચેતી જજો..
જો તમે પીઝા ખાવાના શોખીન હોવ તો સાવચેત રહેજો ! કેમકે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાઈ આવે છે કે ગ્રાહક દ્વારા ખરીદેલ પીઝામાં વાળ અને માખી જોવા મળી હતી. અને ગ્રાહક દ્વારા તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. મળતી માહિતી મુજબ આ વિડીયો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલ પાસે આવેલ લા’પીનોસ રેસ્ટોરન્ટનો છે. જે પરથી કહી શકાય કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની કોશિશ થઈ રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ રેસ્ટોરન્ટ અને હોટેલ્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય શાખાની ટીમ આ રેસ્ટોરન્ટમાં ક્યારે પહોંચે છે અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ શું કાર્યવાહી હાથ ધરે છે.