Vadodara

કારેલીબાગથી નર્સિંગની વિધાર્થિનીને ઉપાડી જવાનો પ્રયાસ

કારેલીબાગમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિધાર્થિનીનો મોબાઈલ પણ લુંટવાનો પ્રયાસ, યુવતીએ બૂમરાણ મચાવતા યુવક યુવતી મોપેડ લઈ ભાગ્યા

વડોદરા તા.2
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતી સાંજના સમયે બહાર નીકળી ઘરે જઈ રહી હતી. ત્યારે એક યુવતી મોઢા પર દુપટ્ટો બાંધીને પાસે આવી હતી અને તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અન્ય એક યુવક પણ દોડી આવ્યો હતો અને યુવતીનો મોબાઈલ ખેંચવા સાથે અહીયાથી તને ઉપાડી જઈશું તેમ કહેતા યુવતીએ નર્સિંગ સ્કૂલનો ગેટ પકડી રાખી બૂમાબૂમ કરતા યુવક અને યુવતી ભાગી ગયા હતા. કારેલીબાગ પોલીસે ફરાર યુવક અને યુવતીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વાઘોડીયા તાલુકાના માડોધર રોડ પર સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે હું નર્સિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરૂ છુ. મારા અભ્યાસનો સમય સવારના નવ વાગ્યાથી સાંજના પાંચેક વાગ્યા સુધીનો છે. 1 ડિસેમ્બરના રોજ સવારના સમયે મારા ઘરેથી નિકળી 11.30 વાગ્યાના અરસામાં નર્સિંગ સ્કૂલમાં મારા અભ્યાસની રીકવાયમેન્ટની ફાઈલ સબમીટ કરવા માટે આવી હતી અને સાંજના પાંચેક વાગ્યાની આસપાસ સાંજના સમયે છૂટીને સ્કૂલના ગેટ આગળથી સામેની બાજુ જતી હતી. તે વખતે એક છોકરી મોઢા ઉપર દુપટ્ટો બાંધીને મારી પાસે આવ્યો હતો અને એકદમ મારો હાથમાંથી મોબાઇલ ફોન ઝુટવા જતા મે ફોન પકડી રાખ્યો હતો. ત્યારે જેથી તેણે મારી સાથે ઝપાઝપી કરી મારો હાથ પકડી મારો ફોન ઝુટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અન્ય એક યુવક છોકરો દોડી આવ્યો હતો અને તેણે પણ મારો હાથ પકડી મારી પાસેની મોબાઇલ ફોન ખેંચવાનો પ્રયાસ કરી મને ખેંચીને લઇ જવા માટે હાથ પકડી તેની એકટીવા તરફ ખેંચીને લઈ જતો હતો અને અહીયાથી તને ઉપાડી જઈએ તેમ કહેતા મે મારી નર્સિંગ સ્કુલનો દરવાજો પકડી લીધો હતો અને મે બુમાબુમ કરતા છોકરો અને છોકરી બંને મોપેડ ઉપર બેસીને નાગરવાડા ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. કારેલીબાગ પોલીસ ગુનો નોધી યુવક અને યુવતીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top