Vadodara

કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામમાં 108 પંચકુડીય મહાયજ્ઞ અંતર્ગત પ્રથમ પંચ કુંડીય મહાયજ્ઞ નું આયોજન કરાયું…

વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામ ખાતે 108પંચકુડીય મહાયજ્ઞ અંતર્ગત પ્રથમ પંચ કુંડીય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાતથી શરૂઆત થઇ દેશના ગુવાહાટી થી આસામ સુધી અને જમ્મુ થી કોઇમ્બતુર થી ચેન્નાઇ સુધી આ 108પંચ કુંડીય મહાયજ્ઞ યોજવામાં આવશે

લકુલેશ ધામ ખાતે ગૌશાળા આવેલી છે સાથે જ અહીં સંસ્કૃત તથા કર્મકાંડ ની શિક્ષા આપવામાં આવે નિત્ય મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવે છે

વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃ સ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રસાર થાય તે ઉદ્દેશ સાથે ભગવાન લકુલેશજીના શિષ્ય પરમ પૂજ્ય પ્રિતમ મુનીજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108પંચ કુંડીય મહાયજ્ઞ અંતર્ગત સૌ પ્રથમ પંચ કુંડીય મહાયજ્ઞ નું વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતથી શરૂઆત થઇ દેશના ગુવાહાટી થી આસામ સુધી અને જમ્મુ થી કોઇમ્બતુર થી ચેન્નાઇ સુધી આ 108પંચ કુંડીય મહાયજ્ઞ યોજવામાં આવશે.આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી થી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે 108 પંચ કુંડીય મહાયજ્ઞ ની શરૂઆત થઇ છે જેમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.યજ્ઞ એ યજ્ઞમાં બેસનાર અને યજ્ઞ કરાવનાર એમ બંને માટે તો લાભદાયી છે જ પણ સાથે સાથે પર્યાવરણ ની શુધ્ધિ માટે પણ ખૂબ મહત્વનું છે. આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતાં રહે તેવી પ્રાર્થના છે.કાયાવરોહણના પવિત્ર લકુલેશ ધામ થી શરુઆત થઈ ઇ છે તે માટે ધન્યતા અનુભવું છુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલું લકુલેશ ધામ ખૂબ વિશાળ છે અહીં સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ,સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિતના ધર્મકાર્ય કરવામાં આવે છે સાથે સાથે મોટી ગૌશાળા પણ આવેલી છે તથા નિત્ય મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવે છે.

Most Popular

To Top