વડોદરા શહેરની હદમાં પાલિકા દ્વારા હમણાં ૬ બ્રિજ મંજૂર કરાયા છે. તેમાંથી પૂર્વ વડોદરાનાં ૩ બ્રિજ મે .રણજીત બિલ્ડકોન પ્રા.લી.ને કોન્ટ્રાક્ટ આપ્યા છે તે કંપની વિરુદ્ધ બ્રિજ તૂટી પડવા બાબતે અમદાવાદનાં ફરિયાદીએ ગયા અઠવાડિયે હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. તેથી તાત્કાલિક ધોરણે આ લોકલ કોન્ટ્રાકટર ની જગ્યા એ L&T , IRB જેવા ફર્સ્ટ ક્લાસ કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપી વહેલું કામ અને સારું કામ થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
વડોદરા શહેરની હદમાં હમણાં પાલિકા દ્વારા ૬ જેટલા બ્રિજ નાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા તેમાં થી ૩ જેટલા બ્રિજ , ૧)વૃંદાવન ચોકડી , વાઘોડિયા રોડ
૨) સરદાર ચોકડી , આજવા રોડ
૩) ખોડીયાર ચોકડી ,
આજવા રોડ.
આ ત્રણ બ્રિજ બાંધવાનો કોન્ટ્રાક્ટ મે.રણજીત બિલ્ડકોન લી.ને આપવામાં આવ્યો છે. આ રણજીત બિલ્ડકોન લી. દ્વારા ભૂતકાળમાં ગેંડા સર્કલ થી મનીષા ચોકડીનો બ્રિજ બે વર્ષ ની જગ્યા એ ૭ થી ૧૦ વર્ષે પૂરો કર્યો અને તેથી કરોડો રૂપિયા વધુ ખર્ચ થયો. ઉપરાંત પશ્ચિમ વિસ્તાર નાં નાગરિકોને હેરાનગતિ વધુ થઈ અને ખુબ જ અગવડ ભર્યો બ્રિજ બનાવ્યો. જેથી આજે પણ પંડ્યા બ્રિજ પાસેથી ગોરવા , ઈલોરા પાર્ક , અલકાપુરી જવા વાળા ખુબ જ મોટા ટ્રાફિક માં ફસાઈ જાય છે. તેમજ ફોરલેન બ્રિજ બનાવવાથી કેટલાય અકસ્માત થઈ રહ્યા છે. કેટલીય જગ્યાએ તિરાડો પડી ગઈ છે. તેથી અત્યારે વરસાદમાં તિરાડોમાંથી વાહનચાલકો ઉપર પાણી પડે છે. વાહનો સ્લીપ મારે છે અને અકસ્માત થાય છે. હમણાં ગયા અઠવાડિયે અમદાવાદનાં ફરિયાદીએ પ્રજાહિતમાં જનહિત યાચિકા PIL દાખલ કરી હોય કોર્ટમાં રજૂઆત કરી છે કે રણજીત બિલ્ડકોન લી. દ્વારા બંધાયેલા કેટલાય બ્રિજ તૂટી પડ્યા છે તેથી તેઓ ને નવા કામ આપવા નહિ .
વડોદરા શહેરના હિતમાં અને પૂર્વ વડોદરાની પ્રજા હિતમાં આ ત્રણ બ્રિજ નાં કોન્ટ્રાક્ટર નો અમદાવાદ ની PIL /પિટિશનનો હાઈકોર્ટ નો ચુકાદો ન આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ રદ્દ કરી અલગ અલગ કોન્ટ્રાકટર ને આપવા સાથે સાથે L&T , IRB જેવા ફર્સ્ટ ક્લાસ કોન્ટ્રાકટર ને કામ આપી કામ ૧ વર્ષ માં પૂરું થાય અને વધુ ખર્ચ થાય નહિ અને કામ સારું થાય સાથે સાથે SIX લેન બ્રિજ બનાવવા જેથી બ્રિજ પર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય નહિ તેવા નિર્ણય લઈ પ્રજહિત માં મદદરૂપ થવા વિનંતી સહ રજૂઆત થઈ છે.
કાયમ વેઠ ઉતારનાર રણજીત બિલ્ડકોનને બ્રિજના કામ આપવા સામે વિરોધ
By
Posted on