Vadodara

કાયમી ધોરણે ભરતીની માંગ સાથે સફાઈ કર્મચારીઓનો પાલિકા ખાતે મોરચો…

કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા તથા ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓનો પાલિકા કચેરી ખાતે મોરચો

સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે પાલિકાના મોટા ભાગના વિભાગોમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિ લાવી દીધી હોવાના આક્ષેપો

શહેરમાં આઠ હજાર સફાઇકર્મીઓની જરૂરિયાત સામે માત્ર ચાર હજાર સફાઇકર્મીઓ

વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગોમા છેલ્લા 15 વર્ષોથી ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ જ નથી રહ્યો અથવાતો નહિવત સ્ટાફ રહ્યો એમ કહી શકાય. છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકાના વિવિધ વિભાગો જમાં સૉએજ ,પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ, સ્ટ્રિટલાઇટ વિભાગ, વ્હિકલપુલ, સફાઇ વિભાગ માં કોન્ટ્રાક્ટ પધ્ધતિ હેઠળ કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે તેઓને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા દસ થી બાર હજારનો પગાર આપવામાં આવે છે જે આ કારમી મોંઘવારીમાં એક પરિવાર ચલાવવા પૂરતી આવક ન કહેવાય ત્યારે છેલ્લા પંદર વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓએ શુક્રવારે કાયમી કરવાની માગ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો માંડયો હતો. મોરચો પાલિકા કચેરી ખાતે પોતાના વિવિધ માગણીઓ સાથે પહોંચ્યો ત્યારે પાલિકાના સુરક્ષા કર્મીઓ તથા પોલીસ દ્વારા પાલિકા કચેરીના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવતા કર્મચારીઓ મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા હતા જેના કારણે રોડપર ચક્કાજામ થયો હતો.કર્મચારીઓએ પાલિકા વિરુદ્ધ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવાના સુત્રોચ્ચાર કર્યા હતા. આ આંદોલનમાં મોટી સંખ્યામાં પાલિકાના વિવિધ વિભાગોના કર્મચારીઓ જોડાયા હતા. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય, પાણી પુરવઠા, વ્હીકલપુલ, ગાર્ડન, સિક્યુરિટી, સુએઝ, પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ, પ્યૂન વિભાગ સહિત વિવિધ વિભાગોમાં છેલ્લા પંદર વર્ષોથી પાલિકા દ્વારા કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી. અને આ તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. આ કર્મચારીઓ દ્વારા અનેક વખત પાલિકા સત્તાધીશો દ્વારા કાયમી કરવાની માગ કરવામાં આવી છે. પરંતુ પાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી.ત્યારે શુક્રવારે પાલિકા કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાનીમાં પાલિકાના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો લઇ આવી પહોંચ્યા હતા. વિશાળ મોરચો આવી પહોંચતા નવાપુરા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. બીજી બાજુ પાલિકા સિક્યુરિટી દ્વારા કમિશનર કચેરીનો ગેટ બંધ કરી દીધો હતો. જોકે, કર્મચારીઓએ ભારે સુત્રોચ્ચાર સાથે મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા હતા. જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો અને કર્મચારીઓને કાયમી કરવાની માગ કરતા સુત્રોચ્ચાર કર્યા હતા. વડોદરા કોર્પોરેશનના કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવતા નથી. અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.શહેરમાં આઠ હજાર સફાઇકર્મીઓની જરુરિયાત સામે માત્ર ચાર હજાર સફાઇકર્મીઓ છે પૂરની પરિસ્થિતિ બાદ શહેરના સફાઇકર્મીઓએ શહેરને બેઠું કરી દીધું છે. રાતદિવસ મહેનત કરી સ્વચ્છતા કરી છે છતાં આવા કર્મચારીઓ ને કાયમી કરવામાં આવ્યા નથી ના તો કોર્પોરેશન દ્વારા તેઓના કોઇ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે જેને લઇને શુક્રવારે મોરચો લઇને આવવાની ફરજ પડી છે. કોર્પોરેશનમાં બહારના લોકોની કાયમી ભરતી કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપો સાથે કર્મચારીઓના ન્યાયની માગણી કરી છે

Most Popular

To Top