પ્રતિનિધિ વડોદરા તા.16
પહેલા ઐતિહાસિક જુનીગઢ, ત્યારબાદ મુસ્લિમ સમાજના જુલુસ અને ત્યારબાદ હવે અનંત ચૌદશના દિવસે ગણપતિના વિસર્જન પણ શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન થાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા 6500થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો છે. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે માટે પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. ડીપ, ધાબા પોઇન્ટ સાથે ઘોડેસવાર પોલીસ સહિત વિવિધ કંપનીની ટુકડીઓ ખડે પગે ફરજ બજાવશે. સમગ્ર શહેરમાં પોલીસ સહિતના એસઆરપી સહિતના કર્મચારીઓ જોવા મળી રહ્યા હોય જાણે સમગ્ર શહેર પોલીસ છાવણી ફેરવાઇ ગયું તેવુ લાગી રહ્યુ છે.
સંસ્કારીનગરી વડોદરામાં પરંપરા મુજબ ગણેશોત્સવ દરમિયાન 10 દિવસ સુધી ભગવાન ગણેશની પુજા અર્ચના કર્યા બાદ દસમા દિવસે એટલે કે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે શ્રીજીને વિદાય આપવામાં આવતી હોય છે. ત્યારે શ્રીજીની વિસર્જન યાત્રાને લઇને લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળતો હોય છે. યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે ગણપતિની વિસર્જન યાત્રા કાઢવામાં આવતી હોય છે. ત્યારે ઘરમાં બેસાડેલી શ્રીજીને પણ ઉત્સાહપૂર્વક વિદાય અપાતી હોય છે. પરંતુ સોમવારના રોજ શહેરમાંથી મુસ્લિમ લોકોના જુલુસ નીકળ્યા હતા અને મંગળવારે ગણેશ વિસર્જન યાત્રા નીકળવાની હોય ત્યારે કોઇ શહેરમાં અનિચ્છનીય બનાવ ના બને ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા હેતુસર છેલ્લા ઘણા દિવસોથી પોલીસ તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું જુલુસો નીકળ્યા હતા પરંતુ તેમની સાથે પોલીસ કર્મચારીઓ તૈનાત જોવા મળ્યા હતા. ત્યારે આજે વિસર્જન હોય પોલીસ માટે પણ એક પડકાર છે. પરંતુ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારા દ્વારા તમામ તૈયારી કરવા સાથે બહારથી બોલાવેલા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તથા સ્થાનિક અધિકારીઓ અને કર્મચારી મળીને 6500 ઉપરાંતની પોલીસ જુલુસ અને ગણેશ વિસર્જનને લઇને તૈનાત કરી દેવાઇ છે. જેને લઇને સમગ્ર વડોદરા શહેર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. ત્ચારે પોલીસ વિસર્જનની પરીક્ષામાં નિર્વિઘ્ને પાસ થઇ જાય તેના માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ કરશે.
–ચાર દરવાજા વિસ્તારમાં 5 આશ્કા લાઇટ, 10 પ્લિન્કિંગ લાઇટ લગાવાશે
શહેરના ચાર દરવાજામાં આવતા સંવેદનશીલ તથા અતિસંવેદન વિસ્તાર આવતો હોય છે. ત્યારે કેટલીક વિસ્તારમાં અંધારામાંથી કોઇ અસામાજિક તત્વો દ્વારા કાકરીચાળો કે પથ્થમારો કરવામાં આવતો હોય જેના કારણે તેમના પર નજર રાખી શકાતી ન હતી. ત્યારે આ તત્વો પર નજર રાખવા માટે પોલીસ તંત્રે ચાર દરવાજામાં આવતા માંડવી, પાણીગેટ, ફતેપુરા, અડાણીયાપુલ તથા કુંભારવાડા વિસ્તારમાં ચાર આશ્કા લાઇટ લગાવવામાં આવશે. બીજી તરફ બંદોબસ્તમાં ઉભેલા પોલીસ કર્મચારીઓના પ્રેઝન્સ દેખાય તેના માટે ડીપી પોઇન્ટ પાસે પ્લિન્કિંગ લાઇટ લગાવાશે. કદાચ સંજોગોવસાત લાઇટ બંધ થઇ તો આશ્કા લાઇટથી કાકરીચાળો કરનારને જોઇ શકાતા હોય છે.
– પોલીસ વિભાગે ત્રણ ત્રણ વાર બંદોબસ્ત બદલવો પડ્યો
ગણેશ વિસર્જનને લઇને પોલીસ એસપી, ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ અને હોમગાર્ડ દરેક વિસ્તારમાં તૈનાત કરી દેવાયા છે. પહેલા ઐતિહાસિક જુનીગઢીના ગણપતિ, ત્યારબાદ મુસ્લિમ લોકોના નીકળેલા જુલુશ ત્યારબાદ હવે દસમા દિવસના ગણેશ વિસર્જનને લઇને પોલીસ વિભાગે પોતાના લોખંડી બંદોબસ્ત બદલવો પડ્યો છે.
– ડીપી તથા ધાબા પોઇન્ટ પર પોલીસ ગોઠવાશે, ધાબા પર ડ્રોન કેમેરાથી નજર રખાશે
બહારથી બોલાવેલા તથા સ્થાનિક પોલીસ અધિકારીઓ મળી છ હજાર પાંચસો કર્મચારીઓ બંદોબસ્તમાં ફરજ બજાવવાના છે ત્યારે પોલીસ કર્મચારીઓ શહેરના સંવેદનશીલ તથા સંવેદનશીલ વિસ્તારમાં મુકવાના હોય ત્યારે દરેક કર્મચારીઓના બોડી વોર્ન કેમેરેથી સજ્જ કરાશે. બીજી તરફ દરેક વિસ્તારમાં ડીપી તથા ધાબા પોઇન્ટ પર પોલીસ સજ્જ કરાશે. બીજી તરફ ઘોડેસવાર પોલીસ ઉપરાત ડ્રોન કેમેરાથી રુટના પર આવતા ધાબા પર પથ્થરો તો ભેગા કરાયા નથી તેનું ચેકિંગ કરાશે.