કવાંટ: કવાટ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આજે રવિવારના રોજ લાભ પાંચમના દિવસે વહેલી સવારે ત્રણ વાગ્યાથી કમોસમી ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી અને ખેડૂતોમાં ચિંતા વધી હતી.
ખેડૂતોના ઉભા પાક જેવા કે મકાઈ, તુવર, સોયાબીન , શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે પણ ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી કરી છે.