સાસરીમાં આવ્યો હતો અને ઘરે પરત જતો હતો
નસવાડી તાલુકાના વઘાચ ગામે વીજળી પડતા એક પશુનું મોત
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ચીખલી ગામેથી ગોવિંદભાઈ બુખલાભાઈ ધાનક, ઉમર 30 વર્ષ તેઓ તેઓની સાસરી માં સિહાદા ગામે પગપાળા આવ્યા હતા અને પત્ની ને મૂકીને વધારે વરસાદ શરૂ થતા તેઓ સિહાદા ગામ પાસે આવેલ ધામણી નદી માં પગપાળા ઓળંગીને જતા હતા તે વખતે કોતરમાં પાણી ઓછું હતું જ્યારે આ યુવાન નદી ની વચ્ચોવચ પહોચતા નદીમાં પાણી વધારે આવતા તેઓ તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તેને બચાવવા માટે નદીના કિનારે દોડધામ મચાવી હતી. પરંતુ નદીમાં પાણીનો તેજ પ્રવાહ આવી જતા હાલ આ યુવાન ગુમ થયો છે. હાલ તો આ યુવાન ની શોધ ખોળ સ્થાનિક તલવૈયા કરી રહ્યા છે. પરંતુ યુવાનનો પત્તો લાગ્યો નથી.
કવાંટ તાલુકામાં ભારે વરસાદ ના કારણે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના કારણે યુવાન ની શોધખોળ કરવામાં સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે જ્યારે સરકારી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી. આ યુવાન ના પરિવારમાં એક બાળક છે
તસવીર: સર્વેશ મેમણ, નસવાડી