કવાંટ: કવાંટ તાલુકાના પ્રા.આ. કેન્દ્ર : સૈડીવાસણ ખાતે ” નન્હી પરી કીટ વિતરણ ” તથા ફોગીંગ મશીન વિતરણ કાર્યક્ર્મ જિલ્લા પંચાયત સૈડીવાસણનાં સભ્ય સુરતનભાઈ રાઠવા તથા સૈડીવાસણ ગામનાં પ્રથમ નાગરીક એવા સરપંચ જતનભાઈ રાઠવા તથા સૈડીવાસણ ગામનાં અગ્રણી એવા મહેન્દ્રસિંહ પુવારના હસ્તે યોજાયો હતો. જેમાં મેલ અને ફિમેલ વર્કર તથા આશા બહેનો તથા ફેસીલેટર બહેનો તથા તાલુકા સુપરવાઈઝર રણછોડભાઈ. બી. રાઠવા દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી વધાવો વિશે લોક જાગૃતિ લાવવા વિશેની માહિતી આપવામા આવી હતી.