પ્રજાને અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો
કવાંટ:
કવાંટ તાલુકાના પાનવડ ગામે પુલનો એક ભાગ ધસી પડતા અવરજવરમાં પ્રજાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ જિલ્લાના વિવિધ પુલોની ચકાસણી કરવા માં આવી રહી છે. તેવે સમયે માર્ગ મકાન વિભાગના કર્મચારીના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના પુલોને 50 વર્ષથી વધુનો સમય થવા પામ્યો છે. જેને લઇને હાલમાં છોટાઉદેપુરની પ્રજાને અવારનવાર અવરજવર કરવામાં ફેરા ફરવાનો વારો આવ્યો છે. જેમાં કવાંટ તાલુકાના પાનવડ મુકામે છોટાઉદેપુર બાજુ જવાના માર્ગનો પુલનો એક બાજુનો ભાગ પેરાફીટ સાથે ઘસી જતા આ માર્ગ હાલમાં જોખમકારક બન્યો છે. જેમાં બેરીકેs મૂકીને રસ્તાને એક તરફ થી બંધ કરવામાં આવ્યો છે .