કવાંટ નગરમાં આજરોજ રામ જ્યોત્સવની ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આવેલા પૌરાણિક શ્રી રામ મંદિર માં આજરોજ રામ જન્મોત્સવ રામ સેના દ્વારા ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો. શ્રી રામ લલ્લાના જન્મ ઉત્સવ નિમિત્તે આજરોજ શ્રી રામજી મંદિરથી સવારે 05:30 કલાકે પ્રભાત ફેરી ત્યારબાદ સવારે સાત કલાકે મંગળા આરતી બપોરના 12:00 કલાકે રામ જન્મોત્સવ સાથે રામધૂન ત્યારબાદ બપોરના ચાર કલાકે સમગ્ર કવાંટ નગરમાં શ્રી રામ લલ્લાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. ત્યારબાદ રાત્રે 9:00 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

