Kamvat

કવાંટમાં ધોરણ 10ની પરીક્ષા, ચાર કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું તિલક-ફૂલથી ઉષ્માભર્યું સ્વાગત

કવાંટ |
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો આજે આત્મવિશ્વાસભર્યા માહોલમાં પ્રારંભ થયો છે. કવાંટ તાલુકામાં કુલ ચાર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી..

કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં 667 વિદ્યાર્થીઓ
કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે પ્રથમ દિવસે કુલ 667 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા હાજર રહ્યા હતા. શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓનું કંકુ તિલક અને ફૂલ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ABVP દ્વારા શુભેચ્છા
એબીવીપીના સંયોજક ધ્રુવ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ગભરાવું નહીં, શાંતિથી પરીક્ષા આપો”
શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે
પરીક્ષા દરમિયાન ગભરાવું નહીં,
ડરવું નહીં,
અને શાંતિપૂર્વક પરીક્ષા આપવી.
કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે તકલીફ હોય તો તરત જ શિક્ષકને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
હકારાત્મક માહોલમાં પરીક્ષાનો પ્રારંભ
વિદ્યાર્થીઓના ચહેરા પર આત્મવિશ્વાસ અને આશા સાથે પરીક્ષાનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

રિપોર્ટર: ભાવેશ પંચાલ

Most Popular

To Top