કવાંટ : નગરમાં છેલ્લા અઠવાડિયાથી સફાઈ કામદારો હડતાલ પર ઉતરતા ગંદકીનું સામ્રાજ્ય થતા નગરજનો સ્વૈચ્છિક પોતાની શેરીઓ સફાઈ કરવા માટે આગળ આવ્યા હતા.
કવાંટ નગરમાં છેલ્લા સાત દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ પર છે. પગાર બાકી હોવાથી હડતાલ પર ઉતર્યાનો તેમનો દાવો છે . તેઓનો પગાર પણ પંચાયત દ્વારા ચૂકવી દેવામાં આવ્યો તેમ છતાં તેઓ દ્વારા હડતાલ ચાલુ રાખવામાં આવી છે. જેના કારણે કવાંટ નગરમાં ઠેર ઠેર ગંદગીનું સામ્રાજ્ય થતાં કવાંટ બજારમાં અમુક શેરીના રહિશો દ્વારા જાતે જ શેરીઓમાં સફાઈ કરીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
પ્રાપ્ય માહિતી મુજબ તારીખ 02/10/25 ના રાત્રી દરમિયાન સફાઈ કર્મચારીઓની મીટીંગ યોજાઇ, જેમાં સરપંચના પતિ મહેશભાઈ રાઠવા જેઓ પણ પંચાયતના સભ્ય છે તેઓને અમારો પગાર ક્યારેક કરશો તેમ કહીને ફોન પર પૂછ્યું ત્યારે ફોન પર કોઈ બે યુવાનો દ્વારા તુચ્છ ભાષામાં વાત કરતા સરપંચ શીલાબેન દ્વારા કવાંટ પોલીસ સ્ટેશન બંને યુવાનો પર ફરિયાદ દાખલ કરી એ બંને યુવાનોને બીજા દિવસે જામીન પર છોડ્યા હતા. ત્યારે સફાઈ કામદારોનો પગાર થઈ ગયા બાદ હવે સરપંચ પતિ મહેશભાઈ તેઓની માફી માંગે તો જ કામ કરીએ તેવી માંગ કરી છે હડતાલ પણ ચાલુ રાખી છે. જેથી કવાંટ નગરમાં છેલ્લા સાત દિવસથી સફાઈ ન થતા અને સફાઈ કર્મચારીઓ કામે ન લગતા ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટથી સફાઈ કામ આપવા માટે તજવીજ હાથ ધરાઈ છે. આ સફાઈ કામદારો અગાઉ પણ ૨૦ થી ૨૫ દિવસ સુધી હડતાલ પર ઉતર્યા હતા. જેઓની પગાર વધારાની માંગ સહિત અન્ય માંગણીઓ હોય છે. પરંતુ તેઓ જ્યારે કામે લાગે છે ત્યારે પૂરા મહિનાનો પગાર લે છે. કવાંટ નગરમાં આટલા દિવસોની હડતાલમાં ગંદકી ગામની પ્રજા વેઠે છે છે અને સફાઈ કામદારો હડતાલ પાડીને કામે લાગે છે. ત્યારે પૂરા મહિનાનો પગાર લે છે તો તેમાં પ્રજાનો શું વાંક?
પંચાયત અને સફાઈ કર્મચારીઓની કોઈપણ માંગણીઓ હોય પરંતુ તેઓનો ભોગ નગરજનો જ બને છે સફાઈ કર્મચારીઓ જો હડતાલ પાડે અને જો તેઓ સફાઈ ન કરે તો ફરીથી કામ લાગે તો જેટલા દિવસ હડતાલ પડે તેટલા દિવસનો તેઓનો પગાર કપાત થવો જોઈએ તેવી કવાંટ નગરની પ્રજાની માંગ છે. કવાંટ નગરમાં કુલ 14 વોર્ડ છે જેની સામે કુલ 68 સફાઈ કર્મચારીઓ કામ કરે છે, તો પણ ગંદકી ઠેર ઠેર હોય છે. ત્યારે કવાંટ પંચાયતના તલાટી કમ મંત્રી રાઠવા વિઠ્ઠલભાઈ દ્વારા 14 વોર્ડ માં 35 સફાઈ કર્મચારી મહિને 5000 પગાર આપવા માટે પણ લેખિતમાં જણાવેલ છે પરંતુ આ સફાઈ કર્મચારીઓ તમામ 68 કર્મચારીઓને જ નોકરી પર રાખવા એવી રજૂઆત છે જેના કારણે પંચાયતના તલાટીnકમ મંત્રી રાઠવા વિઠ્ઠલભાઈ દ્વારા જણાવાયુ કે કવાંટ પંચાયતમાં આવકના સ્ત્રોત ઓછા છે ત્યારે સફાઈ કર્મચારીઓ વધુ હોવાથી પગારનુ ભારણ વધારે પડે છે. જેથી કવાંટ ગ્રામ પંચાયત દ્વારા આ સફાઈ કર્મચારીઓ 68 ના બદલે 35 સફાઈ કર્મચારીઓ કરવા માટે પણ લેખિતમાં જણાવાયુ છે.