કવાંટ તાલુકાના છોડવાની ગામે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
. ભારતીય બંધારણ નાં ઘડવૈયા ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી નાં ભાગ રૂપે “આદિવાસી એકતા યુવા મંડળ દ્વારા રક્તદાનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત કવાંટ તાલુકાના ઉપ પ્રમુખ ભારેશભાઈ રાઠવા,.તા. પં સભ્ય સનીયાભાઇ ભીલ, છોડવાની જુથ ગ્રામ પંચાયત ના સરપંચ તુલસીભાઈ, પડવાની જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ ગારદિયાભાઈભીલ , કોટબી ગ્રામ પંચાયત ના સરપંચ રમેશભાઈ ભીલ , મોટીકડાઇ જુથ ગ્રામ પંચાયત નાં સરપંચ જીતુભાઈ રાઠવા,બીજા આગેવાનો રમેશભાઈ ,નાનિયભાઈ, બચુભાઈ , રાજુભાઈ તેમજ નાના મોટા કાર્યકરો હાજર રહેતા આ કાર્યક્રમ સફળ બન્યો હતો.
