Vadodara

કલાલીમાં મિક્ષ મટીરીયલ રોડ પર ફેકતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ



વડોદરા શહેરના કલાલી રોડ પર સિમેન્ટ કોંક્રિટ મિક્સ મટીરીયલ રોડ પર ફેંકતા સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
વડોદરા શહેરના તમામ રોડ રસ્તા બારેમાસ ચર્ચામાં રહેતા હોય છે વડોદરાને ભુવા નગરી કે ખાડા નગરી તરીકે પણ ઉપનામ મળેલા છે. જો વડોદરાનો નાગરિક વેરો ભરવાનું ભૂલી જાય તો તેને દંડ ફટકારી વસૂલ કરવામાં આવે છે. સાથે જ હોટલ માલિકોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે કોઈ હોટલ સંચાલકે જાહેર માર્ગ પર કચરો ફેકવો નહીં. ત્યારે વડોદરામાં આજુબાજુના ગામોમાં મોટી બિલ્ડીંગો બની રહી છે ત્યારે કલાલી રોડ પર સિમેન્ટ અને રેતી મિક્સ કરેલું આરસીસી મટીરીયલ રોડ પર ફેંકતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાયો છે. ત્યારે કોર્પોરેશન તપાસ કરશે કે આ કયા બિલ્ડિંગનું આ મટીરીયલ છે, કયા બિલ્ડર દ્વારા આ મટીરીયલ વેસ્ટ કરી રોડ પર નાખવામાં આવ્યું, કયા કોન્ટ્રાક્ટરે ફેંક્યું છે? લોકોને તકલીફ પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર પર પાલિકા તંત્ર દ્વારા કેવા પગલાં લેવાશે તેની પર સૌ કોઈની નજર રહેશે.
જે પ્રમાણે આ મટીરીયલ દેખાય છે તે જોતા લાગે છે કે ચાલુ વાહને આ મટીરીયલ જાણી જોઈને આ ફેક્યું હોય. પરંતુ મહત્વની વાત તો એ છે કરોડો રૂપિયા ખંખેરતા કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો આ રીતે પોતાનું મટીરીયલ રસ્તા પર નાંખે અને લોકો ને તકલીફ આપે તે કેટલું યોગ્ય છે?

Most Popular

To Top