( પ્રતિનિધી )વડોદરા,તા.19
બરોડાની ટીમે કર્નલ.સીકે નાયડુ ટ્રોફીમાં મેઘાલયને એક ઇનિંગ્સ અને 80 રનથી હરાવ્યું હતું. બરોડાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બરોડાની આ જીતથી ટીમના ખેલાડીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.
રણજી ક્રિકેટ ટીમની જેમ – BCA U/23ની ટીમે મેઘાલયને એક ઇનિંગ્સ અને 80 રનથી હરાવ્યુ હતું. આ મેચ ધમાકેદાર રહી હતી. જેમાં પ્રથમ ઇનિંગમાં મેઘાલયની ટીમે 112.2 ઓવરમાં 273 નોંધાવ્યા હતા જેમાં બેસ્ટમેન કેવિન ક્રિસ્ટોફેન 89/211 રન, સુધીર સહાની 60/89 રન નોંધાવ્યા હતા. જ્યારે બોલર સંતોષ 4-61 અને સુધીર સહાનીએ 1-115 વિકેટ ઝડપી હતી. મેઘાયલની ટીમે બીજી ઈનિંગમાં 73.5 ઓવરમાં 141 રન નોંધાવ્યા હતા. જેમાં અવિનાશ રાય 48*/104 અને મનીષ 22/78 રન નોંધાવ્યા હતા. જ્યારે બરોડાની ટીમે 115.0ઓવરમાં 494/6 રન ફટકારી દીધા હતા. જેમાં બેસ્ટમેન જાદવ રાજવીર સિંહ 203/294 અને પ્રિયાંશુ મોલીયા 193/223 રન બનાવ્યા હતા. બોલરોમાં વૈભવ એચ.બી 5-56(30) અને પ્રિયાંશુ મોલીયા 3-23(25.2) , અને બીજી ઈનિંગમાં બોલિંગમાં પ્રિયાંશુ મોલીયા 4-26(21) અને કરણ ઉમત્તએ 3-23( 13 ) વિકેટ ઝડપી લીધી હતી. આમ, બીસીએ સ્ટેડિયમ બી ગ્રાઉન્ડ ખાતે કોલ્ક નાયડુ ટ્રોફીમાં બરોડાએ મેઘાલય સામે એક ઇનિંગ અને 80 રનથી જીત મેળવી હતી.નોંધનીય છે કે, કર્નલ સીકે નાયડુ ટ્રોફી એ ભારતમાં રમાતી એક સ્થાનિક ક્રિકેટ ચેમ્પિયનશિપ છે. જે વિવિધ રાજ્ય અને પ્રાદેશિક ક્રિકેટ સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી 38 અંડર-23 ટીમો વચ્ચે રમાય છે. તેનું આયોજન બીસીસીઆઈ દ્વારા કરવામાં આવે છે અને તેનું નામ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટ કેપ્ટન સીકે નાયડુના નામ પરથી રાખવામાં આવ્યું છે.