નિર્દોષ વ્યક્તિ પડે અને જીવ જાય તેની રાહ જોતું પાલિકા તંત્ર

વડોદરા શહેરમાં સમાવિષ્ટ કલાલી એક એવો વિસ્તાર છે, નાગરીકો વેરો મહાનગર પાલિકાને ચુંકવે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ હજી સુધી નથી આપી શકી . કરે કોઈ ભરે કોઈ એ કહેવત સિદ્ધ કરતા તંત્ર ધ્વરા ખુલ્લી ગટર નું સમારકામ ના કરતા ભેંસ ખાબકી હતી.
તંત્ર ની આળસના કારણે અબોલા પશુઓના જીવ પણ જોખમમાં મુકાય છે . અહીં રહેતા સ્થાનિકોએ અનેકવાર ફરીયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ના થઈ હોવાથી રોષે ભરાયા છે.
વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલી વેદાંત સનસાઇન સોસાયટી અને તેની આસપાસની ત્રણ સોસાયટીઓને જોડતો એક જ રસ્તો છે. જ્યાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રસ્તા પરની ગટરનુ ઢાકણું બેસી જવાથી વાહન ચાલકો જીવના જોખમે અવર જવર કરી રહ્યાં છે. આ રસ્તા પરથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં સ્કુલવાન અને સ્કુલની બસોની પણ અવર રહેતી હોય છે. જોકે આ રસ્તા પર પુરતી સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી.
આજ રોડ પર ગટરનું ઢાંકણું નવું બેસાડી ગટર બંધ કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનમાં અનેકવાર ફરીયાદ પણ કરવામાં આવી હતી. જોકે આળસુ કોર્પોરેશનના અધિકારીઓ ઓનલાઇન ફરીયાદ બાદ પણ કામગીરી કરવા પહોંચ્યાં નહીં, તેવામાં સાંજના સમયે એક ભેંસ અચાનક ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જેથી સ્થાનિકો અને ગૌપાલક દ્વારા ભેંસને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યાં ભારે જહેમત બાદ ઊંડી ગટરમાં પડેલી ભેંસને ફાયર બ્રિગેડના લાશ્કરો અને સ્થાનિકો દ્વારા બહાર કાઢી હતી. ભેંસ નાકના ભાગે ઇજા પહોંચી હતી. આ ઘટનાને લઇ સ્થાનિક રહીશોમાં કોર્પોરેશન સામે રોષ પણ ભભુકી ઉઠ્યો છે. કોર્પોરેશન શું હજી કોઇ મોટી નિર્દોષ વ્યક્તિ , બાળક દુર્ઘટના નો ભોગ બને અને જીવ જાય એની રાહ જોઇ રહીં છે ?
