Vadodara

કરાટેમાં 16 મેડલ મેળવી આવેલી ટીમનું વડોદરા સ્ટેશને સ્વાગત

દિલ્હી ખાતે રમાયેલી ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશીપ-2024મા વડોદરાની ટીમે 16 મેડલ મેળવી વડોદરા આવતા રેલવે સ્ટેશન ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું


*આ સ્પર્ધામાં ગર્લ્સ પાવર જોવા મળ્યો, દીકરીઓએ મેદાન માર્યું*

*વડોદરાના 22ખેલાડીઓમાંથી કુલ 16ખેલાડીઓને મેડલ જેમાં 3 -ગોલ્ડ,8સિલ્વર તથા 05બ્રોન્ઝ મળ્યા*

(પ્રતિનિધિ) વડોદરા તા. 07

તાજેતરમાં સેઇકો કાઈ કરાટે ઇન્ટરનેશનલ – ઇન્ડિયા અને ભારત કરાટે એકેડેમી દ્વારા ઓલ ઇન્ડિયા ઇંડિપેડેન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ -2024 રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન તારીખ 01/08/2024 થી 04/08/2024 ના રોજ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ, દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ 4 દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેની કુલ સંખ્યા મુજબ 2400 ભાઈઓ અને બહેનોની થાય છે. જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન-ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડેમીના 22 ખેલાડીઓએ ભાગ લઈને દિલ્હી, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, મણિપુર, આસામ, બંગાળ, ઉત્તરપ્રદેશ તથા અન્ય રાજ્યો ના ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને 03 ગોલ્ડ, 08 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મળી કુલ 16 મેડલ્સ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

*ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડી*

બહેનોમાં :-
(1) ધ્યાની દવે, (2) સિયા પ્રજાપતિ
ભાઈઓમાં :- (1) થેજસ પિલ્લાઈ

*સિલ્વર મેડલ મેળવનાર ખેલાડી*

બહેનોમાં :- (1) જીયા વાઘ, (2) ક્રિશ્ના રોહિત,(3) સલોની શાહ

ભાઈઓમાં :-
(1) અનય જરાગ,( 2) ક્રિશ પ્રજાપતિ, (3) મણિત પટેલ,( 4) રિયાનષ રાજ,(5) મૃગાંક ખિસ્તે

*બ્રોન્ઝ મેડલ મેળવનાર ખેલાડીઓ*

બહેનોમાં :- (1) રીતિ કડિયા,( 2) હારવી સોની,(3) વરીશા પટેલ

ભાઈઓમાં :-
(1) વંશ પ્રજાપતિ, 2) ધ્રુવ પાટીલ
શુભ મારુ,માહિર પ્રજાપતિ અનવી સ્વામી, માન રોહિત, સૌમ્ય શાહ એ પણ ઉતરીન દેખાવ કરી રાજ્ય અને સંસ્થા નું ઉજ્જવળ કરેલ છે.
વિજેતા ખેલાડીઓને ઇન્ટરનેશનલ વાડી ફેડરેશન ઇન્ડિયા ના પ્રમુખ, કરાટે ડો ફેડરેશન ગુજરાત ના ખજાનચી અને કરાટે ઇન્ડિયા ઓનાઇઝેશનના ઓર્ગેનાઇઝીંગ કમિશનના સેક્રેટરી વિકાસ સોઢી, વાડો ફિટનેસ એકેડેમીના ચીફ કોચ રીન્કુ સોઢી, ટીમ કોચ આદિત્ય બંડલ, રિતેશ મહાર્ડિક, વૈભવ મોરાણકાર, ટીમ મેનેજર, દિક્ષિતા સોની તેમજ ખેલાડીઓના પરિવાર અને સમાજના આગેવાનોએ તેમના ઉજવળ ભવિષ્ય અને જિલ્લામાં નામ ઝળકાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ટીમ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top