ડભોઇના ધારાસભ્ય અને મહંત જ્યોતિરનાથ રોષે ભરાયાં
હિન્દુ સેના પણ હિન્દુ બાળકોને નમાઝ કરાવવાના મુદ્દે મેદાનમાં
રાજ્યની શાળાઓમાં ધોરણ-6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. જેમાં બાળકોને ગીતાનું જ્ઞાન આપવામા આવી રહ્યુઁ છે. પરંતુ આ શું, બાળકો ભગવદ ગીતાને બદલે કુરાનની આયાત શીખી રહ્યાં છે. ગુજરાતની શાળાઓમાં હવે નમાજ પઢાવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે.આ બધુ થઈ રહ્યુ હતું ત્યારે શિક્ષણ વિભાગ ઊંઘતુ ઝડપાયું છે. વડોદરાના ડભોઈની આંગણવાડીમાં બાળકોને ન માત્ર નમાજ પઢાવાઈ, પરંતુ અલ્લાહો અકબરના પણ નારા લગાવાયા. વડોદરા પાસે કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવ્યા હતા. અભ્યાસક્રમમાં ન હોવા છતાં અહીંના સંચાલકો દ્વારા ભુલકાઓને નમાઝના પાઠ ભણાવવામાં આવ્યા હતા. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવામાં આવી હતી. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યો હતો. ત્યારે આ માસુમોને ખબર પણ ન હતી કે તેઓ શું કરી રહ્યાં છે. આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ DDO ને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો છે.
કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવવામાં આવતા વાલીઓ રોષે ભરાયાં છે. મહત્વનું છે કે આ મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાએ DDO ને સમગ્ર બાબતની જાણ કરી કાર્યવાહી કરવા રજુઆત કરી છે. ત્યારે બીજી તરફ મહંત જ્યોતિરનાથનું નિવેદન સામે આવ્યું છે. મહંત જ્યોતિરનાથ એ કહ્યું કે , કરનાળી સનાતનની પવિત્ર ભૂમિ છે. આ કૃત્ય કોની રહેમ નજર હેઠળ થાય છે તેની તપાસ થવી જોઈએ. પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આ ન થવું જોઈએ. આ ધર્માંતરણ કરવાના પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે. તેમને વધુમાં કહ્યું કે આ પ્રકારના કૃત્ય વારંવાર થાય છે. મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીએ આ મામલે તપાસ કરવી જોઈએ. તંત્ર કડક કાર્યવાહી કરે એવી માંગ કરી છે.
ગુજરાતના બાળકોને ધર્માંતરણ માટે પ્રોત્સાહન?
. ગુજરાતની શાળાઓમાં શિક્ષણ કંઈ તરફ જઈ રહ્યું છે. શું વિદ્યાર્થીઓને ધર્માંતરણ માટે પ્રેરવામા આવે છે. કોણ છે જે હિન્દુ શાળાઓમાં આ પ્રકારનું શિક્ષણ કરાવી રહ્યાં છે. આખરે આ પ્રકારનું ધાર્મિક શિક્ષણ ક્યારે અટકશે. આ પહેલા પણ કચ્છની ખાનગી શાળાનો હિંદુ વિદ્યાર્થીઓને ટોપી પહેરાવી નમાજ પઢાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. બકરી ઇદ નિમિતે સ્કૂલમાં ડ્રામાનું આયોજન કરાયું હતુ. આ દરમિયાન હિંદુ વિદ્યાર્થીઓ પાસે મુસ્લિમ ટોપી પહેરાવી, કતારમાં બેસાડી નમાઝ અદા કરાવવામાં આવી હતી. જેને લઈને હિન્દુ સમાજના સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો.