Vadodara

કરજણ પાલિકામાં મટનની દુકાનો સામેની કાર્યવાહી સ્થગિત

મટન શોપની દુકાનોને નગરપાલિકા દ્વારા એક વર્ષ પહેલા સીલ મરાયું હતું

લોખંડી પોલીસ બંદોબસ્ત ફાળવાયો હોવા છતા આકસ્મિક કાર્યવાહી મુલતવી રખાતાં ચર્ચા
વડોદરા: કરજણ નગરમાં આવેલી મટનની દુકાનો બંધ કરવા માટે કરજણ નગરપાલિકા દ્વારા અગાઉ 3 વખત પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ અન્ય બંદોબસ્તમાં સતત વ્યસ્ત હોવાના કારણે ગુરુવારે પોલીસ બંદોબસ્ત ફાળવવામા આવ્યો હતો. સમય મુજબ પોલીસ કાફલો નગરપાલિકાએ આવ્યો અને અડધો કલાક બાદ પાલિકાએ અચાનક મટન શોપ સામેની કાર્યવાહી મુલતવી રાખતાં નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
એક વર્ષ પહેલાં કરજણ નગરમાં આવેલી મટન શોપની દુકાનોને નગરપાલિકા દ્વારા સીલ મરાયું હતું. સીલ કયા ટાઈમે ખુલી ગયું, કયા કારણોસર ખુલ્યું.કોનો દોરી સંચાર હતો કોઈ રાજકીય નેતાના ઇશારે ગેરકાનૂની કાર્યવાહી થઈ હતી એ પણ ઊંડી તપાસનો વિષય છે. હાલમાં પણ નગરપાલિકા દ્વારા મટન શોપ બંધ કરવા માટેની કવાયત કરાઇ હતી. જેમાં પોલીસ કાફલો કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યો હતો પરંતુ નગરપાલિકામાં ચાલેલી ચર્ચા બાદ અચાનક જ મટન શોપ્સ બંધ કરવાનો કાર્યક્રમ રદ કરાયો

Most Popular

To Top