Vadodara

કરજણ પાલિકાના કાઉન્સિલર સહિતના આરોપીઓએ હરિયાણામાંથી હથિયારો ખરીદયા હતા

નાગાલેન્ડના ડોક્યુમેન્ટસના આધારે હથિયાર ખરીદવામાં મંજુસરના ભાજપના અગ્રણી સહિત 115થી વધુ આરોપી ઝડપાયાં હતા

પ્રતિનિધિ વડોદરા તા.18
નાગાલેન્ડના ડોક્યુમેન્ટ્સના આધારે ગેરકાયદે હથિયાર ખરીદવાના ગુનામાં વડોદરાના ચાર અને અન્ય જિલ્લાના 111 લોકો મળી 115થી વધુ આરોપીઓની એટીએસે ધરપકડ કરી હતી. એટીએસની તપાસમાં કરજણના પાલિકા કાઉન્સિલર સહિત ચાર લોકોએ હરિયાણામાં આવેલા ઇન્ડિયન ગન હાઉસમાંથી 12 બોરની ગન સહિતના અલગ અલગ હથિયારો ખરદયા હતા. હજુ એક વડોદરાનો આરોપી વોન્ટેડ છે.

નાગાલેન્ડના બોગસ ડોક્યુમેન્ટસના આધારે કરજણ નગરપાલિકના કાઉન્સિલર, મંજૂસર ગામના ભાજપના કાર્યકર્તા વડોદરાના ચાર તેમજ અન્ય ગુજરાત રાજયમાંથી 115 ઉપરાંતના લોકોએ ગેરકાયદે હથિયારો ખરીદયા હોવાનું એટીએસીની તપાસમાં બહાર આવ્યું હતું. જેથી તાજેતરમાં એટીએસની ટીમ દ્વારા વડોદરા જિલ્લામાં રેડ કરીને કરજણ પાલિકાના કાઉન્સિલર ગોકુળ ભરવાડ, મંજુસરના ભાજપના અગ્રણી વિજય વાઘેલા, ભરત ભરવાડ સહિત ત્રણ લોકો ને ઝડપી પાડવામાં આવ્યા હતા , ચાર પૈકી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. ત્યારબાદ એટીએસની ટીમ દ્વારા તેમના ઘરે તપાસ કરી હતી અને ચાર જેટલી રિવોલ્વર અને કારતૂસ મળી આવ્યાં હતા. એટીએસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમિયાન પૂછપરછ કરતા આરોપીઓએ હરિયાણાના નૂહ જિલ્લામાં આવેલા ઇન્ડિયન ગનહાઉસમાંથી ખરીદયા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ તમામ પિસ્તોલ સહિતના હથિયારો કબજે કર્યાં હતા. ત્યારે પોલીસે રિમાન્ડ પૂરા થતા ચાર પૈકી ત્રણ આરોપીને જેલ હવાલે કર્યા છે. જ્યારે એક વોન્ટેડ તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top